Gujarati News

Gujarati News

News of Friday, 19th July 2019

તામિલનાડુમાં પોલીસના યુનિફોર્મ પર કેમેરા લાગ્યા, વિડીયોના આધારે દંડ થશે

કોઇમ્બતૂર તા ૧૯ :  તામિલનાડુના કોઇમ્બતુરમાં બુધવારે ટ્રફિક પોલીસના યુનિફોર્મ પર લગાવી શકાય એવા કેમેરા વહેંચવામાં આવ્યા હતા જેનાથી ટ્રાફિક નિયમનો ભંગ કરનારા લોકોનું વિડીયો કુટેજ રેકોર્ડ કરી શકાય અને તેમને દંડ કરી શકાય. માર્ગ અકસ્માતને અટકાવવા માટે કામ કરનારા એક એનજીઓ ઉઇરે આ કેમેરા પોલીસને આપ્યા હતા. હાલમાં લગભગ ૭૦ કેમેરા પોલીસકર્મીઓને આપવામાં આવ્યા છે, જેમાંથી ૨૦ ડિવાઇઝમાં ઇન્ટરનેટ કનેકશન માટે સિમ કાર્ડ પણ છે, જેથી કેટલાક પોલીસકર્મી કેમેરાથી સતત કન્ટ્રોલ રૂમને કુટેજ મોકલતા રહેશે. એક કેમેરામાં લગભગ આઠ કલાક સતત વિડીયો ટેલિકાસ્ટ કરવાની ક્ષમતા છે. શહેરના પોલીસ કમિશ્નર સુમિત શરણના જણાવ્યા મુજબ, આ કેમેરાથી ટ્રાફિક પોલીસના કામમાં પારદર્શિતા વધશે. આનાથી ભ્રષ્ટાચાર પણ અટકાવી શકાશે. પોલીસકર્મી જે પણ કરશે આ કેમેરામાં રેકોર્ડ થશે. ટ્રાફિક પોલીસે પહેલાં જ રોડ પર લગાવેલા સીસીટીવી કેમેરાથી ૧૪,૧૦૦ કેસ દાખલ કર્યા છે.

(11:27 am IST)