Gujarati News

Gujarati News

News of Friday, 19th July 2019

કોલસા કૌભાંડને ચડી જાય તેવું ર લાખ કરોડનું જમીન કૌભાંડ

નોયડાનું છે મહાકૌભાંડઃ ગઇકાલે માયાવતીના ભાઇની ૪૦૦ કરોડની જમીન જપ્ત કરી તે આ કૌભાંડનો ભાગ છેઃ માયાવતીના ભાઇની સંપત્તિ ૭ વર્ષમાં ૧૮૦૦૦ ગણી વધીઃ જુની ફાઇલ મોદી-યોગીએ ખોલતા માયાવતીની મુશ્કેલી વધશે

લખનૌ તા. ૧૯: આવકવેરા વિભાગ દ્વારા માયાવતીના ભાઇ આનંદકુમારની ૪૦૦ કરોડની સંપતિ જપ્ત કરાતા બસપા સુપ્રિમો માયાવતીની રાજકીય મુશ્કેલીઓ વધે તેવું લાગી રહ્યું છે. પરિવારવાદનાં આરોપોમાં ઘેરાયેલ માયાવતી માટે આનંદકુમારની સંપતિ બાબતે સફાઇ દેવી સરળ નહિં બને. તેની અસલી સમસ્યા તો અનુસૂચિત જાતીના મતદારોમાં ઉઠી રહેલા સવાલો અંગે હશે.

આવકવેરાની કાર્યવાહી પછી ભીમ આર્મી જેવા સંગઠનોને આનંદની બેનામી સંપતિ બાબતે બસપાને ઘેરવાનો મોકો મળશે. ઉત્તર પ્રદેશ ૧ર વિધાનસભા બેઠકો પર થનારી પેટાચુંટણી ઉપરાંત ર૦રર ની ચુંટણીમાં પણ આની અસરનું જોખમ ઉભું થાય તેવી ચિંતા દર્શાવતા દલિત ચિંતક ડોકટર ચરણસિંહે કહ્યું કે બહુજન હિતાય. એવા બહુજન સમાજના નારાને સર્વજન હિતાય, સર્વજન સુખાયમાં બદલીને સતા મેળવવાની કોશિષ કરી રહેલા બસપા પ્રમુખ પોતાની જાળમાં જ અટવાઇ ગયા છે. પરિવાર વાદનો વિરોધ કરનાર બસપા કાંશીરામના મુળ લક્ષ્યથી ભટકી ચુકી છે. સમર્પિત કાર્યકરોને ખૂણામાં મુકીને ભાઇ ભત્રીજાને સંગઠનમાં સર્વોપરી બનાવવાના નિર્ણયોનો અત્યારે ભલે ચોખ્ખો વિરોધ ન દેખાતો હોય પણ અસંતોષ તો છે જ. એક કોર્ડીનેટરે નામ ન છાપવાની શરતે જણાવ્યું કે પક્ષને પરિજન હિતાય, પરિજન સુખાયના રસ્તે લઇ જવાનું ભારે નુકસાન ભોગવવું પડશે. માયાવતી દ્વારા એક તરફી મનમાન્યા નિર્ણયો લેવાના પરિણામે પક્ષમાંથી જૂના, સમર્પિત અને વિશ્વસનિય નેતાઓ એક પછી એક નીકળી રહ્યા છે.

આનંદકુમારની સંપતિમાં ૭ વર્ષમાં ૧૮૦૦૦ ટકાનો વધારો વિરોધીઓ માટે માયાવતી પર હૂમલાનું હથિયાર સાબીત થશે. એડવોકેટ લીલાપતનું કહેવું છે કે અનુસુચિત જાતીના ગરીબોને ગુમરાહ કરીને પોતાના પરિવારને અમીરોની શ્રેણીમાં લઇ જવાનો જવાબ તો માયાવતીએ સમાજને આપવો જ પડશે. બસપામાંથી હાંકી કઢાયેલ એક નેતાનું કહેવું છે કે પક્ષને પૈસા અને પરિવારમાં સમેટી લેનારાઓ પાસેથી બાબાા સાહેબનું મિશન પુરૂ કરવાની આશા ન રાખી શકાય.

દેશમાં અત્યાર સુધી સૌથી મોટા કૌભાંડ તરીકે લોકો કોયલા આવંટન કૌભાંડને માનતા હતા, પણ ટૂંક સમયમાં તેનો રેકોર્ડ નોએડા જમીન કૌભાંડ તોડી નાખશે. આ કૌભાંડ લગભગ ર લાખ કરોડનું બની શકે છે. તેને બહાર પાડવા માટે આવકવેરા વિભાગ ર૦૧૭ થી સક્રિય છે. ગઇકલે નોઇડા બસપા પ્રમુખ માયાવતીના ભાઇની પત્ની વિચીત્ર લત્તાની સેકટર-૯૪ ની પ્રોપર્ટી જપ્ત કરવી તે આ કાર્યવાહીનો એક ભાગ માનવામાં આવે છે.

આવકવેરા સુત્રો અનુસાર, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના સંયુકત આદેશ પર નોઇડા-ગ્રેટર નોઇડામાં જમીન આવંરની ફાઇલને ફરીથી ર૦૧૭માં ખોલવામાં આવી હતી. ર૦૧૧-૧ર માં ભાજપા સાંસદ કિરીટ સોમૈયાએ દિલ્હી આવકવેરા વિભાગને એક ફાઇલ સોંપી હતી. જેમાં બે લાખ કરોડ રૂપિયાથી પણ વધારેનું જમીન આવંરન કૌભાંડ બહાર પાડવા માટે ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને તેના ભાઇની તપાસ કરવાનું કહેવાયું હતું. તેમાં ૧૩ અન્ય લોકોના નામ પણ અપાયા હતા જે આ કૌભાંડના સૂત્રધાર હતા.

એક અનુમાન અનુસાર આનંદકુમાર અને તેની પત્નીના નામે ૧૩પ૦ કરોડની સ્થાવર જંગમ મિલકત છે તેના પર સત્તાના દુરૂપયોગનો પણ આરોપ છે. આનંદકુમાર ૧૯૯૬માં નોઇડા વિકાસ નિગમના ફકત ૭૦૦ રૂપિયાના પગાર પર જુનિયર આસીસ્ટંટ તરીકે નોકરી કરતો હતો. પણ સાત વર્ષના નાની નોકરીમાં જ તે અચાનક ચર્ચામાં આવી ગયો અને આવકવેરા વિભાગે આવકથી વધારે સંપત્તિ અંગે તેની તપાસ શરૂ કરી હતી. ર૦૦૩માં તેણે નોકરી પણ છોડવી પડી હતી. જો કે ત્યાર પછી આનંદે ઘણી મિલકતો ભેગી કરી હતી. અત્યારે આનંદ અને તેની પત્ની ૧ર કંપનીઓના માલિક છે, તેમની મોટા ભાગની સંપત્તિ બસપાના શાસનકાળમાં ભેગી થઇ છે.

(11:20 am IST)