Gujarati News

Gujarati News

News of Thursday, 18th July 2019

ફ્લોર ટેસ્ટ માટે યેદીયુરપ્પા અડગ :સદનમાં જ સુઈ ગયા ભાજપના ધારાસભ્યો

સદન સ્થગિત કરાયા બાદ યેદિયુરપ્પાના નેતૃત્વમાં ભાજપ ધારાસભ્યો સદનથી બહાર ગયા નથી

કર્ણાટકમાં રાજકીય ધમાસાણ હજુ પૂરું થયું નથી વિધાનસભામાં દિવસ ભરના રાજકીય ગરમાવા બાદ વિશ્વાસ મત પર વોટિંગ થી શક્યું નથી
કર્ણાટકના મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીએ સદનમાં ભાજપ પર સરકારને અસ્થિર કરવાનો આરોપ લગાવ્યો હતો જયારે ભાજપે કોંગ્રેસ-જેડીએસ પર જાણીજોઈને મતદાનમાં વિલબનો આરોપ  લગાવ્યો હતો ભાજપના નેતાઓએ કર્ણાટકના રાજ્યપાલ સાથે પણ મુલાકાત કરી હતીઅને આવેદન સોંપ્યું હતું

 બીજીતરફ કોંગ્રેસ અને જેડીએસના ધારાસભ્યોએ વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય શ્રીમંત પાટીલનો ફોટો લહેરાવ્યો હતો અત્રે ઉલેલ્ખનીય છે કે શ્રીમંત પાટીલ મુંબઈની હોસ્પિટલમાં દાખલ થયા છે દિવસભરના આ નાટક વાળ વિધાનસભા શુક્રવાર સવારે 11 વાગ્યા સુધી સ્થગિત કરી દેવાઈ હતી પરંતુ યેદિયુરપ્પાના નેતૃત્વમાં ભાજપ ધારાસભ્યો સદનથી બહાર ગયા નથી ભાજપ ધારાસભ્યો સદનમાં જ સુઈ રહ્યાં છે

(12:04 am IST)
  • કર્ણાટકના ગવર્નર વજુભાઇ વાળાએ પત્ર લખીને કર્ણાટક સરકાર અને સ્પીકરને આદેશ કર્યો છે કે આવતીકાલે બપોરે 1-30 વાગ્યા સુધીમાં વિધાનસભામાં તેઓ વિશ્વાસનો મત મેળવી લે. access_time 10:29 pm IST

  • સરદાર સરોવર- નર્મદા ડેમને ૬.૫ નો મહા ભૂકંપ આવે અને કેન્દ્રબિંદુ ૧૨ કિમિ રેડીઅસમાં હોય ત્યાં સુધી કોઈ વાંધો આવે તેમ નથી: એસએસએનએલએલની સ્પષ્ટતા access_time 8:56 pm IST

  • યુપીમાં મારી સુરક્ષા વ્યવસ્થા ઓછી કરો : પ્રિયંકા ગાંધીએ મુખ્યમંત્રી યોગીને લખ્યો પત્ર :સામાન્ય જનતા માટે પ્રિયંકાએ પત્રમાં સુરક્ષા ઘટાડવા અપીલ કરી :પ્રિયંકાએ લખ્યું કે સુરક્ષા વધુ હોવાને કારણે જનતાને મુશ્કેલીનો સામનો કરવો પડે છેપત્રમાં ઉલ્લેખ કર્યો કે જયારે તેણી સોનિયા ગાંધી સાથે રાયબરેલી પ્રવાસે આવ્યા ત્યારે તેની સાથે 22 ગાડીઓનો કાફલો હતો ;જેથી લોકોને પરેશાની થી હતી access_time 12:21 am IST