Gujarati News

Gujarati News

News of Thursday, 19th July 2018

જયાની પાર્ટી અવિશ્વાસ પ્રસ્તાવની વિરૂદ્ધમાં છે

અન્નાદ્રમુક દ્વારા સ્પષ્ટ સંકેત અપાયો

નવીદિલ્હી,તા. ૧૯: તમિળનાડુના મુખ્યમંત્રી કે પલાનીસામીએ સંકેત આપ્યો છે કે, તેમની પાર્ટી અન્નાદ્રમુક મોદી સરકારની સામે લાવવામાં આવી રહેલી અવિશ્વાસ દરખાસ્તને સમર્થન આપશે નહીં. તેમણે કહ્યું છે કે, આ પ્રસ્તાવ તેલુગુદેશમ પાર્ટી દ્વારા આંધ્રપ્રદેશના હિત સાથે જોડાયેલા મુદ્દાને લઇને લાવવામાં આવ્યો છે જેથી તેમની પાર્ટીને કોઇ લેવા દેવા નથી. જ્યારે તેમની પાર્ટીના સાંસદોએ કાવેરી મેનેજમેન્ટ બોર્ડ અને કાવેરી જળ નિયમન સમિતિના ગઠનને લઇને આશરે ત્રણ સપ્તાહ સુધી લોકસભાની કામગીરી ચાલવા દીધી ન હતી ત્યારે કોઇપણ પાર્ટીએ તમિળનાડુને સાથ આપ્યો ન હતો. ઓરિસ્સામાં બીજેડીએ પણ અવિશ્વાસ પ્રસ્તાવને લઇને દુવિધાભરી સ્થિતિનો સંકે આપ્યો છે. અન્ય રાજકીય પાર્ટીઓ પોતાના વલણ સ્પષ્ટ કરી ચુકી છે. તૃણમુલ કોંગ્રેસ અવિશ્વાસ પ્રસ્તાવની સાથે છે. આ અંગેનો આદેશ જારી કરી દેવાયો છે. અવિશ્વાસ પ્રસ્તાવને લઇને વિરોધાભાષી અહેવાલ મળી રહ્યા નથી. તમામ પાર્ટીઓ પોતપોતાના સભ્યોને જરૂરી સૂચનાઓ આપી ચુકી છે.

 

(7:59 pm IST)