Gujarati News

Gujarati News

News of Thursday, 19th July 2018

સસ્પેન્સ અંતે ખતમ : મોદીને સાથ આપવા શિવસેના તૈયાર

અવિશ્વાસ દરખાસ્ત પહેલા બેઠકોનો દોર જારી : વડાપ્રધાન મોદીએ તમામ મંત્રીઓ સાથે વાત કરી જ્યારે સોનિયા ગાંધીએ પણ યોજેલી મિટિંગ : વ્યૂહરચના તૈયાર

નવીદિલ્હી,તા. ૧૯ : મોદી સરકારની સામે અવિશ્વાસ દરખાસ્તને લઇને વારંવાર રણનીતિઓ તૈયાર થઇ રહી છે. હજુ સુધી પોતાના પત્તા ખોલવા માટે તૈયાર નહીં દેખાઈ રહેલી શિવસેનાએ પોતાનું વલણ સ્પષ્ટ કરી દીધું છે. શિવસેનાએ પણ કહ્યું છે કે તે અવિશ્વાસ દરખાસ્ત મોદી સરકારનો સાથ આપશે. શિવસેના વડા ઉદ્ધવ ઠાકરેએ એક ખાનગી સુત્રો સાથેની વાતચીતમાં કહ્યું છે કે, મોદી સરકારને શિવસેના સાથ આપશે. શિવસેના વડા દ્વારા સ્પષ્ટતા કરી દેવામાં આવી છે. આવતીકાલે અવિશ્વાસ દરખાસ્ત ઉપર ચર્ચા બાદ મતદાન પણ થશે. સુત્રોનું કહેવું છે કે, શિવસેના ભાજપનું સમર્થન કરશે. ૨૦૦૩ બાદ પ્રથમ વખત કેન્દ્ર સરકારની સામે અવિશ્વાસની દરખાસ્ત લાવવામાં આવી છે. ગઇકાલે લોકસભા અધ્યક્ષ દ્વારા બુધવારના દિવસે જ ટીડીપીની અવિશ્વાસની દરખાસ્તને સ્વીકારી લેવામાં આવી હતી. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી અને ટીડીપીના અધ્યક્ષ ચંદ્રાબાબુ નાયડુએ અન્ય પક્ષોથી આ સંદર્ભમાં સમર્થનની માંગ કરી છે. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી અને ટીડીપીના અધ્યક્ષ ચંદ્રાબાબુ નાયડુએ અન્ય પક્ષો પાસેથી પણ સમર્થનની માંગ કરી છે. શિવસેનાના નેતા સંજય રાવતે કહ્યું છે કે, પાર્ટી પોતાનું વલણ ફ્લોર ઉપર નક્કી કરશે. જો કે, નિર્ણય ેલવામાં આવી ચુક્યો છે. જો કે, શિવસેના ભાજપની સાથે રહેશે તે બાબત નક્કી છે. અવિશ્વાસ પ્રસ્તાવને લઇને મોરચાબંધીની શરૂઆત થઇ ચુકી છે. વિરોધ પક્ષો પણ પોતાની વ્યૂહરચના તૈયાર કરી ચુક્યા છે. આજે આ સંદર્ભમાં બેઠકોનો દોર ચાલ્યો હતો. કોંગ્રેસની બેઠકમાં અધ્યક્ષ રાહુલ ગાંધી ઉપસ્થિત રહ્યા ન હતા પરંતુ સોનિયા ગાંધી ઉપસ્થિત રહ્યા હતા. ચર્ચા અને મત વિભાજનને લઇને બેઠકમાં ચર્ચા થઇ હતી. બીજી બાજુ સંખ્યાબળની દ્રષ્ટિએ મોદી સરકાર મજબૂત દેખાઈ રહી છે. આજે બેઠકોનો દોર વચ્ચે તૈયારીઓ કરી લેવામાં આવી છે. આજે સવારે સોનિયા ગાંધીના આવાસ પર કોંગ્રેસ સંસદીય પાર્ટીની બેઠક યોજાઈ હતી. બીજી બાજુ વડાપ્રધાન મોદીએ પણ મંત્રીઓની બેઠક યોજી હતી. સોનિયા ગાંધી મોદી સરકારની પ્રતિષ્ઠા ખરડવા માટે સજ્જ દેખાઈ રહ્યા છે. કેન્દ્રીય મંત્રી અનંત કુમારે ઓ કહ્યું હતું કે, સોનિયા ગાંધી ગણિતમાં નબળા દેખાઈ રહ્યા છે. ૧૯૯૬માં પણ આવી જ ગણતરી કરવામાં આવી હતી. તે વખતે શું થયું હતું તે તમામ લોકો જાણે છે. સંસદની અંદર અને બહાર મોદી સરકારની પાસે સ્પષ્ટ બહુમતિ રહેલી છે. એનડીએ અવિશ્વાસ દરખાસ્તની વિરુદ્ધમાં મત આપશે. બિનએનડીએ પક્ષો પણ તેમની તરફેણમાં મત આપશે. બેઠકોના દોર વચ્ચે ચર્ચાઓ પણ જારી રહી છે.

(7:55 pm IST)
  • આખરે અંબાજીમાં વરુણ દેવને રીઝવવાની પ્રાર્થના ફળી: 3 ઈંચ વરસાદ ખાબક્યો access_time 8:50 pm IST

  • ગ્રેટર નોઈડાના બિલ્ડીંગ ધરાશયી થતા મૃત્યુઆંક આઠ થયો :એનડીઆરએફની ટીમે કાટમાળમાંથી વધુ એક મૃતદેહ બહાર કાઢ્યો :મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મૃતકોના પરિવારજનોને 2 - 2 લાખ અને ઘાયલોને 50 હજારની મદદની જાહેરાત કરી :આ મામલે બે અધિકારીઓને સસપેન્ડ કરી દીધા છે access_time 1:01 am IST

  • 21મીએ જીએસટી કાઉન્સિલની બેઠક :સરકારની આવક ઘટે નહીં તેવી વસ્તુમાં ઘટાડશે દર :હેન્ડિક્રાફ્ટના 40 વસ્તુઓ,32 સર્વિસ અને 35 ચીજના દરમાં ઘટાડો થવાની ધારણા access_time 11:56 pm IST