Gujarati News

Gujarati News

News of Thursday, 19th July 2018

સ્પેશિયલ ફોર્સને વધુ શકિતશાળી બનાવવા રક્ષા મંત્રાલયે કરી 'બિગ ડિલ'

તેમા લાંબા અંતરની સ્નિપર રાઇફલ, મેન પોર્ટેબલ એન્ટી ટેન્ક જેવા શાસ્ત્રો સામેલ

નવી દિલ્હી તા. ૧૯ : ભારત લાંબા સમયથી પોતાના યુદ્ઘ ક્ષેત્રના વપરાતા હથિયારોના સંગ્રહને વધારી રહ્યું છે. તેમાં લાંબા અંતરની સ્નિપર રાઇફલ, મેન પોર્ટેબલ એન્ટી ટેન્ક હથિયાર સામેલ છે. લાંબા સમયથી સ્પેશિયલ ઓપરેશન પ્લસ કમાન્ડ અને તેના નાનાં નાનાં સ્વરૂપોને તાકતવર બનાવવાની પ્રક્રિયા પર કોઇ નોંધનીય પ્રગતિ થઇ શકી નહોતી.

રક્ષા મંત્રાલય સાથે જોડાયેલા એક સૂત્રએ જણાવ્યું કે સેનાને વધુ તાકતવર બનાવવા માટે આર્મીના સ્પેશિયલ ફોર્સ સાથે વાયુ સેના અને આર્મીમાં પણ ઉચ્ચ સ્તરના સ્પેશ્યલાઇઝડ હથિયારોના જથ્થાને સામેલ કરાશે. આ માટે ફિનલેન્ડ, સ્વિડન, ઇટલી, રશિયા, ઇઝરાયેલ અને જર્મની જેવા દેશો સાથે મોટી ડીલ થઇ છે.

રક્ષા મંત્રાલય સાથે જોડાયેલા સૂત્રોએ જણાવ્યું કે સપ્ટેમ્બર ર૦૧૬માં પીઓકેમાં પેરા એસએફ કમાન્ડોએ સર્જિકલ સ્ટ્રાઇકને અંજામ આપ્યો હતો. હવે આ મોટી સૈન્યની ડીલમાં સ્પેશિયલ ફોર્સની જરૂરિયાતો પર વધુ ધ્યાન આપવામાં આવ્યું છે. નવા ફિનિશ સ્નિપર રાઇફલ્સ, સ્વિડિશ કાર્લ ગુસ્તાફ માર્ક-૪ લાઇટ વેઇટ રોકેટ લોન્ચર, ઇટાલીયન બેરીટા પિસ્તોલના કોન્ટ્રાકટ આર્મીની પેરા એસએફ બટાલીયન માટે થઇ ચૂકયા છે.

(3:45 pm IST)