Gujarati News

Gujarati News

News of Thursday, 19th July 2018

હાજીઓ ર૦૦૦ રૂપીયાની નોટ લઇ જઇ શકશેઃ કેન્દ્ર હજ કમીટીના સીઇઓએ જાહરેનામું બહાર પાડયું

હૈદરાબાદ, તા., ૧૯: સેન્ટ્રલ હજ કમીટીના સીઇઓ ડો.મકસુદ અહમદ ખાને જાહેરનામું બહાર પાડતા કહયું કે સાઉદી અરેબીયામાં ર૦૦૦ રૂપીયાની ભારતીય કરન્સી પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો નથી અને લોકો આને હજમાં સાથે લઇ શકે છે. ફોરેન એકસચેન્જ મેનેજમેન્ટ રેગ્યુલેશન એકટ ર૦૧પ મુજબ હાજીઓ ભારતમાં મંજુર કરાયેલી કોઇ પણ ભારતીય કરન્સી સાઉદી અરેબીયા લઇ જઇ શકે છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડીયાએ પણ સેન્ટ્રલ હજ કમીટીને કહયું છે કે સાઉદીમાં કોઇ પણ ભારતીય નોટને બંધ કરવામાં આવી નથી. આ મામલે કોઇ પણ હાજીઓને ડરવાની જરૂર નથી.

(3:44 pm IST)