Gujarati News

Gujarati News

News of Thursday, 19th July 2018

દૂધના ખરીદ ભાવ વધવાથી ડેરી શેર્સ 10 ટકા સુધી ગગડ્યા

દૂધના ભાવવધારા માટે ખેડૂતોના આંદોલન અને 21 જુલાઈથી થઈ રહેલા ભાવવધારાના કારણે ડેરી પ્રોડક્ટ ઉત્પાદકો પ્રભાત ડેરી અને પરાગ મિલ્કના શેર ગગડ્યા હતા. કારણ કે ડેરીઓને તેમના નફાના માર્જિન પર અસર થશે. બીએસઇ પર પ્રભાત ડેરીનો શેર 10 ટકા ઘટીને 152 બંધ રહ્યો હતો જ્યારે પરાગ મિલ્ક ફૂડ શેર પાંચ ટકા ઘટીને 289 બંધ આવ્યો હતો.

(12:48 pm IST)