Gujarati News

Gujarati News

News of Thursday, 19th July 2018

સેંસેક્સ ૫૯ પોઇન્ટ સુધરી ૩૬,૪૩૩ની સપાટી ઉપર

નિફ્ટીમાં શરૂઆતી કારોબારમાં ઘટાડો થયો : શેરબજારમાં પ્રવાહી સ્થિતીના કારણે વેપારી પરેશાન થયા

મુંબઇ,તા. ૧૯ : શેરબજારમાં ભારે પ્રવાહી સ્થિતી જોવા મળી રહી છે. આજે કારોબારની શરૂઆત થયા બાદ સેંસેક્સ ૫૯ પોઇન્ટ સુધરીને ૩૬૪૩૩ની સપાટી પર રહ્યો હતો. જ્યારે નિફ્ટી ૧૦ પોેઇન્ટ ઘટીને ૧૦૯૬૯ની સપાટી પર રહ્યો હતો. ભારે ઉથલપાથલના કારણે કારોબારી રોકાણ કરવાના મુડમાં દેખાઇ રહ્યા નથી. આવી સ્થિતીમાં જોખમ લેવા માટે કોઇ તૈયાર નથી. હોલસેલ પ્રાઈઝ ઉપર આધારિત ફુગાવાનો આંકડો હાલમાં  જારી કરવામાં આવ્યો હતો. શાકભાજી અને ફ્યુઅલની ચીજવસ્તુઓની કિંમતોમાં વધારો થવાના પરિણામ સ્વરૂપે જૂન મહિનામાં હોલસેલ પ્રાઈઝ ઉપર આધારીત ફુગાવો વધીને ૫.૭૭ ટકા સુધી પહોંચી ગયો હતો. મે મહિનામાં હોલસેલ પ્રાઈઝ ઈન્ડેક્સ આધારીત ફુગાવો (ડબલ્યુપીઆઈ) ૪.૪૩ ટકા રહ્યો હતો. ગયા વર્ષે જૂન મહિનામાં આ આંકડો ૦.૯૦ ટકા હતો. કંપનીના પરિણામનોને લઇને પણ ઉત્સુકતા જોવા મળી રહી છે. વિપ્રો, બજાજ ઓટો, એમસીએક્સ, એચડીએફસી સ્ટાન્ડર્ડ લાઇફના પરિણામ ૨૦મી જુલાઈના દિવસે ઘોષિત થશે. આઇપીઓ બજારમાં જોરદાર તેજી રહેવાના સંકેત દેખાઈ રહ્યા છે.  ૧૪૦૦૦ કરોડના આઈપીઓને લઇને દલાલસ્ટ્રીટ તૈયાર છે. એચડીએફસી મ્યુચ્યુઅલ ફંડ, લોધા ડેવલપર્સ સહિત ઓછામાં ઓછી સાત કંપનીઓ આગામી સપ્તાહમાં મૂડી માર્કેટમાં આઈપીઓ સાથે એન્ટ્રી કરવા માટે તૈયાર છે. સૌથી પહેલા ટીસીએનએસ ક્લોથિંગ દ્વારા ૧૧૨૫ કરોડના આઈપીઓની શરૂઆત કરવામાં આવનાર છે. અન્ય જે છ કંપનીઓ આઈપીઓ લાવવા માટેની તૈયારી કરી ચુકી છે તેમાં લોધા ડેવલપર્સ, એચડીએફસી મ્યુચ્યુઅલ ફંડ, નેકાંતિ સી ફુડ્સ, ફ્લેમિંગો ટ્રાવેલ, પટેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, જીનિયસ કન્સલટન્સનો સમાવેશ થાય છે. મર્ચંટ બેંકિંગ સોર્સના કહેવા મુજબ આગામી સપ્તાહમાં આ તમામ કંપનીઓ દ્વારા તેમના સંબંધિત આઈપીઓ લાવવામાં આવનાર છે.પ્રવાહી સ્થિતી હોવાના કારણે કારોબારી રોકાણઁના મુડમાં નથી. બીએસઈ સેંસેક્સ ગઇકાલે બુધવારના દિવસે ૧૪૭ પોઇન્ટ ઘટીને ૩૬૩૭૩૨ની સપાટીએ રહ્યો હતો. જ્યારે નિફ્ટી ૨૮ પોઇન્ટ ઘટીને ૧૦૯૮૦ની સપાટીએ રહ્યો હતો. ૮૦ અબજ રૂપિયાની મૂડી પીએનબી સહિત છ બેંકોમાં ઠાલવવામાં આવનાર છે તેવા અહેવાલથી તેજી જામી હતી. નિરવ મોદી કૌભાંડના પરિણામ સ્વરુપે પીએનબી બેંક હચમચી ઉઠી હતી. સરકાર તરફથી ૮૦ અબજ રૂપિયાની મૂડી ઠાલવવામાં આવનાર છે.

(12:37 pm IST)
  • આખરે અંબાજીમાં વરુણ દેવને રીઝવવાની પ્રાર્થના ફળી: 3 ઈંચ વરસાદ ખાબક્યો access_time 8:50 pm IST

  • ગ્રેટર નોઈડાના બિલ્ડીંગ ધરાશયી થતા મૃત્યુઆંક આઠ થયો :એનડીઆરએફની ટીમે કાટમાળમાંથી વધુ એક મૃતદેહ બહાર કાઢ્યો :મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મૃતકોના પરિવારજનોને 2 - 2 લાખ અને ઘાયલોને 50 હજારની મદદની જાહેરાત કરી :આ મામલે બે અધિકારીઓને સસપેન્ડ કરી દીધા છે access_time 1:01 am IST

  • ગંગા નદીની સફાઈ માટે કઈ જ થયું નથી : ઉત્તરાખંડ સરકાર સામે નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ નારાજ :એનજીટીએ કહ્યું ગંગાની હાલત ખુબ જ ખરાબ છે : અધિકારીઓના દાવા છતાં સ્થિતિમાં કોઈ સુધારો થયો નથી:નિયમિત દેખરેખની તાતી જરૂર છે access_time 11:52 pm IST