Gujarati News

Gujarati News

News of Thursday, 19th July 2018

બિગ બી-દીકરીની જ્વેલરની જાહેરાતથી બેંક યુનિયનો ખફા

કોચી તા. ૧૯ : દક્ષિણ ભારતના કેરળસ્થિત વિખ્યાત જવેલરની અમિતાભ બચ્ચન અને તેની પુત્રીને દર્શાવતા દોઢ મિનિટની જાહેરખબર અંગે બેન્ક યુનિયનોએ આકરા શબ્દપ્રહારો કર્યા છે. આ જાહેરખબર ઘૃણાસ્પદ છે તેમ જ તેનાથી બેન્કિંગ સિસ્ટમમાં અવિશ્રાસનું નિર્માણ થાય છે એવું યુનિયનોનું કહેવું છે.

ઓલ ઈન્ડિયા બેન્ક ઓફિસર્સ કોન્ફેડરેશનમાં લગભગ ૩,૨૦,૦૦૦ અધિકારીઓ સભ્ય છે. તેમણે કલ્યાણ જવેલર્સ વિરુદ્ઘ અદાલતમાં ધા નાખવાની ધમકી ઉચ્ચારતાં કહ્યું છે કે આ વિજ્ઞાપન દ્વારા અમારી નિંદા કરવામાં આવી છે તથા અમને બદનામ કર્યા છે તેમ જ બેન્કના લાખો કર્મચારીઓની ભાવના દુભાઇ છે.

એઆઇબીઓસીના મહામંત્રી સૌમ્યા દત્તાએ આક્ષેપ કર્યો હતો કે ઉકત જાહેરખબરનો હેતુ, રજૂઆત, લહેકો, આશય તેમ જ ભાવાર્થ ચીતરી ચડે એવા, સૂગ ચડે એવા, લાંછન લગાડતા અને અમને હીણા ચીતરતા છે. માત્ર પોતાના વ્યવસાયિક લાભ માટે સમગ્ર બેન્કિંગ સિસ્ટમમાં અવિશ્વાસ ઊભો કરવાનો હેતુ ધરાવે છે.(૨૧.૮)

(10:33 am IST)