Gujarati News

Gujarati News

News of Thursday, 19th July 2018

વિપક્ષના અવિશ્વાસ પ્રસ્તાવ વિરુદ્ધ સરકારને 314 સંસદસભ્યોનું સમર્થન મળશે

ભાજપને એનડીએના સાથી પક્ષો ઉપરાંત પીએમકે અને રજુ શેટ્ટીના સ્વાભિમાની પક્ષ પણ સમર્થન આપશે તેવી આશા

 

નવી દિલ્હી :વિપક્ષના અવિશ્વાસ પ્રસ્તાવ સામે સરકરને 315 સાંસદોનું સમર્થન મળશે તેવી ભાજપને આશા છે  મોદી સરકાર વિરુદ્ધ વિપક્ષ તરફથી લાવેલા અવિશ્વાસ પ્રસ્તાવ પર શુક્રવારે થનારા વિશ્વાસ મત સરકારને 314 સાંસદોનું સમર્થન મળશે પાર્ટી નેતાઓના આકલન પ્રમાણે સરકારને એનડીએના સાથી પક્ષો સિવાય અંબુમણિ રામદાસની આગેવાનીવાળી પીએમકે અને રાજૂ શેટ્ટીના નેતૃત્વવાળા સ્વાભિમાની પક્ષ પાસેથી પણ સમર્થન મળવાની આશા છે.

પાર્ટીના સૂત્રોએ જણાવ્યું કે, નરેન્દ્રભાઈ  મોદીની આગેવાનીમાં સરકારને લોકસભામાં 314 સભ્યોનું સમર્થન મળશે. લોકસભામાં હાલ 535 સભ્યો છે. તેવામાં સરકારને 268 સાંસદોના સમર્થનની જરૂરીયાત છે. 314 સાંસદોની યાદીમાં લોકસભા અધ્યક્ષ સુમિત્રા મહાજનનો મત સામેલ નથી. તેઓ ઈન્દોરથી ભાજપના સાંસદ છે

(12:00 am IST)