Gujarati News

Gujarati News

News of Saturday, 19th June 2021

સપા સુપ્રીમો મુલાયમસિંહ યાદવના પરિવારની પૂર્વ પુત્રવધૂ મોનિકા યાદવ ભાજપમાં જોડાઈ

મોનિકા ફર્રૂખાબાદના મોટા રાજકીય પરિવારની દીકરી :તેના પિતા નરેન્દ્ર સિંહ યાદવ સપાના કદાવર નેતા અને પૂર્વ મંત્રી હતા.

ઉત્તર પ્રદેશમાં જિલ્લા પંચાયત અધ્યક્ષની ચૂંટણી પહેલા પક્ષપલટાની રમત શરૂ થઈ ગઈ છે. સપા સુપ્રીમો મુલાયમ સિંહ યાદવના પરિવારની પૂર્વ પુત્રવધૂ મોનિકા યાદવ ભાજપમાં જોડાઈ ગઈ છે. મોનિકા સપા નેતા ધર્મેન્દ્ર યાદવની પૂર્વ પત્ની છે. પૂર્વ સાંસદ ધર્મેન્દ્ર યાદવ સાથે લગ્નના થોડા સમય બાદ મોનિકાના સંબંધો તૂટી ગયા હતા. તેમણે જિલ્લા પંચાયત અધ્યક્ષની ચૂંટણીમાં ભાજપનું સમર્થન લીધું હતું

મોનિકા ફર્રૂખાબાદના મોટા રાજકીય પરિવારની દીકરી છે. તેના પિતા નરેન્દ્ર સિંહ યાદવ સપાના કદાવર નેતા અને પૂર્વ મંત્રી હતા. મોનિકા યાદવના લગ્ન સપા સુપ્રીમો મુલાયમ સિંહ યાદવના ભત્રીજા અને પૂર્વ સાંસદ ધર્મેન્દ્ર યાદવ સાથે થઈ હતી. પરંતુ લગ્ન બાદ તેમના સંબંધોમાં ભંગાણ આવ્યું હતું.

એસપીએ મોનિકાને જિલ્લા પંચાયત અધ્યક્ષ માટે ઉમેદવાર ન બનાવતા તે નારાજ હતી. ત્યાર બાદ તેણે સપાની પ્રાથમિક સદસ્યતામાંથી રાજીનામુ આપી દીધું હતું અને ભાજપનું સમર્થન માંગ્યું હતું.

સપાએ મોનિકા યાદવને સાઈડમાં ધકેલીને મુલાયમ સિંહ યાદવના ભાઈ રામગોપાલ યાદવના નજીકના ગણાતા સુબોધ યાદવને ઉમેદવાર બનાવ્યો છે. આ કારણે મોનિકા સપા હાઈકમાન્ડથી નારાજ હતી. ત્યાર બાદ તેણે ભાજપનું સમર્થન માંગ્યું હતું અને બીજેપી તે માટે તૈયાર પણ થઈ હતી. ભાજપે મોનિકાને અપક્ષ ઉમેદવાર તરીકે સમર્થન આપ્યું છે.

(8:13 pm IST)