Gujarati News

Gujarati News

News of Friday, 19th June 2020

રેલવે બોર્ડની સિસ્ટમમાં ચીની હેકર્સનો હુમલો: ચાર જેટલી સિસ્ટમ સાથે માહિતી લેવા પ્રયાસ : IB દ્વારા એલર્ટ અપાયું

ઓસ્ટ્રેલિયામાં પણ મોટો સાયબર હૂમલો: ઓસીઝ પીએમએ નામ લીધા વગર ચીનને જ જવાબદાર ઠેરવ્યું

નવી દિલ્હી : ચીનનાં હેકર્સ દ્વારા રેલવે બોર્ડની સિસ્મમાં ઘૂસવાનો પ્રયાસ કરાયો હતો . હેકર્સે રેલવેની ચાર સિસ્ટમ સાથે મહત્વપુર્ણ માહિતી લેવાનો પ્રયાસ કર્યો છે. ઘટના અંગે માહિતી મળતા જ આઇબી દ્વારા રેલવે બોર્ડને એલર્ટ આપવામાં આવ્યું છે

 રેલવે બોર્ડ ચેરમેન વીકે યાદવે કહ્યુ કે, અમે સમયાંતરે અનેક માધ્યમો દ્વારા એલર્ટ મળી રહ્યા છે. અમે સિસ્ટમને સતત ઇમ્પ્રુવ કરતા રહીએ છીએ. અત્યાર સુધી કોઇ પણ સંવેદનશીલ માહિતી ચોરી નથી થઇ. ઓસ્ટ્રેલિયામાં પણ મોટો સાયબર હૂમલો થયો છે. સરકારે માહિતી ચોરવાનો પ્રયાસ કર્યો છે. ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાને તેના માટે નામ લીધા વગર ચીનને જ જવાબદાર ઠેરવ્યું હતું. 

(12:01 am IST)