Gujarati News

Gujarati News

News of Friday, 19th June 2020

જમ્મુ કાશ્મીરના સસ્પેન્ડેડ DSP દવિન્દર સિંહને જામીન અપાયા : દિલ્હી પોલીસ ચાર્જશીટ દાખલ ન કરી શકી

જમ્મુ: આતંકીઓને મદદ કરનારા અને દેશના વિભિન્ન ભાગમાં આતંકી ગતિવિધિઓને વધારો આપવા માટેના આરોપમાં ધરપકડ કરેલા એવા જમ્મુ કાશ્મીર પોલીસે સસ્પેન્ડે ડીએસપી દવિન્દરસિંહને જામીન આપ્યા હતા. દિલ્હી પોલીસ સસ્પેન્ડેડ ડીએસપી સામે ચાર્જશીટ ફાઈલ કરી શકી ન હતી, જેના કારણે ડીએસપી દવિન્દરસિંહને કોર્ટમાંથી જામીન મળ્યા હતા.

આ પહેલા દિલ્હીની એક અદાલતે ગત મહીને દવિન્દર સિંહની કસ્ટડી ૧૬ જૂન સુધી વધારી દીધી હતી. દવિન્દર સિંહને શ્રીનગર- જમ્મુ રોડ પર એક વાહનમાં હિજબુલ મુજાહિદ્દીનના બે આતંકવાદીઓને લઇ જતી વેળાએ ધરપકડ કરી હતી.

દવિન્દર સિંહની જાન્યુઆરી-2020માં ધરપકડ કરવામાં આવી હતી. કુલગામ જિલ્લામાં ચાલી રહેલા સર્ચ ઓપરેશન દરમિયાન પોલીસ ઓફિસર દવિન્દર સિંહને બે આતંકવાદીઓ સાથે પકડી લેવામાં આવ્યા હતા. અધિકારી અને આતંકવાદી તે સમય પકડાઈ ગયા, જયારે ત્રણેય એક સાથે એક વાહનમાં સવાર થઈને ક્યાંક જઈ રહ્યા હતા. પોલીસના જણાવ્યા મુજબ, દવિન્દર સિંહના હિજબુલ મુજાહિદ્દીનના બે મોસ્ટ વોન્ટેડ આતંકી પાછળની સીટ પર બેઠા હતા.

દવિન્દર સિંહને લઈને વધુ એક ખુલાસો સામે આવ્યો છે. વર્ષ ૧૯૯૨માં દક્ષિણ કાશ્મીરમાં એક ટ્રકમાં ડ્રગ્સની હેરાફેરી દરમિયાન ચોરો સાથે પકડી લેવામાં આવ્યા હતા. આરોપ છે કે, રૂપિયા લઈને તે ઘટનાને પૂર્ણ કરી દેવામાં આવી હતી અને ડ્રગ્સ વેચી નાખ્યા હતા. હવે આ ઘટનાની તપાસ થઇ હતી અને તેમાં દવિન્દર સિંહને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમણે માફી માંગી લીધી હતી અને ફરીથી નોકરીમાં જોડાયા હતા.

(6:52 pm IST)