Gujarati News

Gujarati News

News of Friday, 19th June 2020

ચીને બંધક બનાવેલ 10 ભારતીય સૈનિક મુક્ત કર્યા : ગલવાન ઘાટીમાં 3 દિવસ પહેલા થયો હતો સંઘર્ષ

76 જવાનોની હાલત ઠીક, થોડાક દિવસમાં જોઇન કરશે ડ્યૂટી

નવી દિલ્હીઃ પૂર્વ લદાખ  સ્થિત ગલવાન ઘાટીમાં ભારતીય અને ચીની સૈનિકોની વચ્ચેના હિંસક સંઘર્ષમાં ચીની સેનાએ 10 સૈનિકોને બંધક બનાવી દીધા હતા. આ દાવો સમાચાર એજન્સી PTIએ પોતાના એક રિપોર્ટમાં કર્યો છે. PTIના રિપોર્ટ મુજબ, ચીની સેનાએ બે મેજર સહિત 10 ભારતીય સૈનિકોને બંધક બનાવી દીધા હતા. આ સૈનિકોને ત્રણ દિવસની વાતચીત બાદ મુક્ત કરાવવામાં સફળતા મળી છે. જોકે, આ વાત ભારતીય સેના તરફથી અધિકૃત નિવેદનમાં જાહેર નથી કરવામાં આવી.હતી

 

 આ પહેલા ભારતીય સેનાએ ગુરુવારે તે મીડિયા અહેવાલોને ફગાવી દીધા હતા જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે પૂર્વ લદાખની ગલવાન ઘાટીમાં ત્રણ દિવસ પહેલા ચીની સૈનિકોની સાથે થયેલા હિંસક સંઘર્ષ બાદ તેમને કોઈ સૈનિક ગુમ છે. સેનાએ એક નિવેદનમાં કહ્યું હતું કે, એ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે કાર્યવાહીમાં કોઈ ભારતીય સૈનિક ગુમ નથી થયા.
  ગલવાન ઘાટીમાં હિંસક સંઘર્ષ બાદ ચીની સેનાએ ભારતીય સેનાના કેટલાક સૈનિકોને કેદ કરી દીધા છે. આ સંઘર્ષમાં 20 ભારતીય સૈનિક શહીદ થયા હતા. ચીને હતાહતોની સંખ્યા હજુ સુધી જાહેર નથી કરી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવએ પણ એક મીડિયા બ્રીફિંગમાં કહ્યું કે સોમવારે થયેલા સંઘર્ષ બાદથી કોઈ ભારતીય સૈનિક ગુમ નથી થયા.
  ન્યૂઝ એજન્સી ANIને ભારતીય સેનાના સૂત્રોએ જણાવ્યું કે, ગુરુવાર બપોર સુધી કોઈ પણ જવાનની હાલત ગંભીર નથી. તેની સાથે જ 58 જવાનોને સામાન્ય ઈજા થઈ છે. સૂત્રોએ જાણકારી આપી કે હાલ તમામ જવાનોની હાલત ખતરાથી બહાર છે. 18 જવાનોને લેહની હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ તમામ જવાન 15 દિવસમાં ડ્યૂટી જોન કરવા માટે પહોંચી શકે છે. બીજી તરફ, 58 જવાન જેમને સામાન્ય ઈજા થઈ છે તેઓ એક સપ્તાહની અંદર મોરચે પરત પહોંચી શકે છે.

(12:19 pm IST)