Gujarati News

Gujarati News

News of Friday, 19th June 2020

વેબ કાસ્ટીંગથી ચૂંટણી પ્રક્રિયા પર સીધી દિલ્હીથી નજર

રાજકોટ તા. ૧૯ :  રાજયસભાની ચૂંટણી પહેલા બેવાર મતદાન સ્થળનું સેનિટાઇઝેશન કરાયુ છે.સેનિટાઇઝેશન અને મેડિકલ તપાસ માટે આરોગ્ય વિભાગની ટીમ તેનાત છે.

બીજી તરફ ચૂંટણી અગાઉ કેન્દ્રીય ચુંટણી પંચ સાથે ગુજરાત ચૂંટણી આયોગની વિડીયો કોન્ફરન્સ યોજાઇ હતી. રાજયસભાની ચૂંટણી દરમિયાન સ્પેશિયલ ઓબ્ઝર્વર ઉપસ્થિત છે જે દિલ્હીથી ગુજરાત આવ્યા છે. મતદાનથી મતગણતરીની પ્રક્રિયા પુર્ણ થાય ત્યાં સુધી સ્પેશિયલ ઓબ્ઝર્વર ઉપસ્થિત રહેશે. સમગ્ર મતદાન પ્રક્રિયાની વીડીયોગ્રાફી કરવામાં આવી રહી છે. પહેલી વાર વિડીયોગ્રાફી સાથે સીસીટીવી કેમેરા દ્વારા પણ નજર રખાશે એટલું જ નહી પણ વેબકાસ્ટિંગ દ્વારા દિલ્હીથી પણ અધિકારીઓ નજર રાખી રહ્યા છે.

(11:20 am IST)