Gujarati News

Gujarati News

News of Friday, 19th June 2020

કોરોનાના વધતા કહેર વચ્ચે ભારતે HCQ દવાની નિકાસ પરથી પ્રતિબંધ હટાવી દીધો

નવી દિલ્હી : દેશમાં વધી રહેલા કોરોના વાયરસ સંક્રમણના મામલા વચ્ચે સરકારે કોવિડ-19ની સારવારમાં કારગર દવા માનવામાં આવી રહેલી મેલેરિયાની દવા હાઈડ્રોક્સીક્લોરોક્વીન (HCQ)ના નિકાસ પરથી પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો છે. આ પ્રતિબંધ હાઈડ્રોક્સીક્લોરોક્વીનના એક્ટિવ ફાર્માસ્યૂટિકલ્સ ઈન્ગ્રેડિયન્ટ અને તેના ફોર્મ્મયૂલેશનના નિકાસ પર લગાવવામાં આવ્યો હતો.

 


સ્વાસ્થ્ય મંત્રાલયે 13 જૂનના રોજ કોરોના વાયરસ સંક્રમણની મધ્યમ અવસ્થામાં વાયરસ રોધી દવા રેમડેસિવિરના ઉપયોગને મંજૂરી આપી હતી, અને હાઈડ્રોક્સીક્લોરોક્વીન પર પોતાના પહેલાના વલણથી પાછળ હટ કરી કહ્યું હતું કે, મેલેરીયા રોધી આ દવા બીમારીના શરૂઆતના તબક્કામાં આપવી જોઈએ અને ગંભીર રીતે બીમાર દર્દીને આ દવા ના આપવી જોઈએ. તમને જણાવી દઈએ કે, વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના એક શિર્ષ વૈજ્ઞાનિકે કહ્યું કે, એ સાબિત થઈ ગયું છે કે, મેલેરીયાની દવા હાઈડ્રોક્સીક્લોરોક્વીન કોરોના વાયરસથી સંક્રમિત થયેલા અને હોસ્પિટલમાં દાખલ લોકોની મોત રોકવામાં કારગર નથી. ઉલ્લેખનીય છે કે, ડો. સૌમ્ય સ્વામીનાથનનું પણ કહેવું છે કે, લોકોને કોવિડ-19 સંક્રમણની ચપેટમાં આવવાથી રોકવામાં આ દવાની ભૂમિકા બની શકે છે. આ સંબંધમાં ક્લિનિકલ પરીક્ષણ ચાલી રહ્યા છે.

સૌમ્યાએ કહ્યું કે, હજુ એ સ્પષ્ટ નથી થઈ શક્યું કે, સંક્રમણના શરૂમાં કોવિડ-19 મહામારી પ્રચંડતા રોકવામાં અથવા ઓછી કરવામાં હાઈડ્રોક્સીક્લોરોક્વીનની ભૂમિકા છે કે નહીં. તેમણે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન દ્વારા કરવામાં આવી રહેલા અન્ય પરીક્ષણોનો સંદર્ભ આપતા કહ્યું કે, અમે હજુ એ નથી જાણતા, જેથી મોટા પાયે પરીક્ષણ પૂરૂ કરવાની અને આંકડા મેળવવાની જરૂરત છે.

(12:13 am IST)