Gujarati News

Gujarati News

News of Wednesday, 19th June 2019

સન્ની દેઓલનું સંસદસભ્ય પદ જોખમમાં ! પંચ નોટીસ આપશે

નવી દિલ્હી, તા. ૧૯ : પંજાબના ગુરદાસપુરથી ચૂંટાયેલા સાંસદ સની દેઓલની લોકસભા સભ્યતામાં મુશ્કેલી આવી શકે છે. સની દેઓલ પર ચૂંટણીમાં મર્યાદા કરતાં વદ્યારે ખર્ચ કરવાનો આરોપ છે. આ મુદ્દામાં ચૂંટણી પંચને કોઈ પુરાવા મળ્યા છે. તેના આધારે ચૂંટણી પંચ સનીને નોટીસ આપવાનો વિચાર કરી રહ્યું છે.

ચૂંટણી પંચને મળેલ પૂરાવા મુજબ, સની દેઓલએ ચૂંટણીમાં ૮૬ લાખ રૂપીયાનો ખર્ચ કર્યો હતો, જયારે મર્યાદા ૭૦ લાખ રૂપીયા છે. ચૂંટણી પંચ મુજબ નક્કી કરેલી મર્યાદા કરતાં વધારે ખર્ચ કરનાર ઉમેદવાર સામે સખત પગલાં લેવામાં આવશે.

ચૂંટણી પંચના નિયમો મુજબ, જો કોઈ ઉમ્મેદવાર વધારે ખર્ચ કરીને જીતી જાય અને પાછળથી ખ્યાલ આવે કે તે ઉમેદવારે વધારે ખર્ચ કર્યો તો, જીતેલા ઉમેદવારની સભ્યતા રદ કરીને બીજા નંબરે આવનાર ઉમેદવાર વિજેતા જાહેર થઈ શકે છે.

(3:22 pm IST)