Gujarati News

Gujarati News

News of Wednesday, 19th June 2019

૪૯ના થયા રાહુલ ગાંધી

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીનો જન્મદિવસઃ મોદીએ પાઠવી શુભેચ્છા

નવી દિલ્હી, તા.૧૯: કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીનો આજે જન્મદિવસ છે ત્યારે તેમના પર જન્મદિવસની શુભેચ્છાઓનો વરસાદ થઈ રહ્યો છે. કોંગ્રેસ સહિત અલગ-અલગ પાર્ટીના નેતાઓ દ્વારા રાહુલ ગાંધીને શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે. હાર્દિક પટેલ, અર્જુન મોઢવાડિયા સહિત ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નેતઓ દ્વારા રાહુલ ગાંધીને જન્મદિવસની શુભેચ્છા પાઠવવામાં આવી રહી છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ પણ રાહુલ ગાંધીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. વડાપ્રધાન મોદીએ રાહુલ ગાંધીને શુભેચ્છા પાઠવીને તેમના દીર્દ્યાયુ અને સ્વસ્થ જીવનની કામના કરી છે. અમેઠીથી રાહુલ ગાંધીને હરાવનારા સ્મૃતિ ઈરાનીએ પણ રાહુલ ગાંધીને શુભેચ્છા પાઠવી છે પણ તેમણે પોતાના શબ્દોમાં જન્મદિવસની શુભેચ્છા પાઠવવાના બદલે વડાપ્રધાન મોદીએ કરેલું ટ્વીટ રિટ્વીટ કર્યું છે.

૧૯મી જૂન ૧૯૭૦ના રોજ જન્મેલા રાહુલ ગાંધીએ લોકસભાની ચૂંટણી પહેલી વખત વાયનાડ અને અમેઠી એમ બે બેઠકો પરથી લડી હતી. જેમાં રાહુલ ગાંધીને અમેઠી બેઠક પરથી સ્મૃતિ ઈરાનીએ હરાવ્યા હતા. આ પહેલા ૨૦૧૪માં સ્મૃતિ ઈરાની રાહુલ ગાંધી સામે ચૂંટણી મેદાનમાં ઉતર્યા હતા પણ તે સમયે તેમની હાર થઈ હતી.

લોકસભામાં પોતાની બેઠક ગુમાવી હતી અને ખરાબ હારના કારણે તેમણે અધ્યક્ષ પદેથી રાજીનામું આપવાની વાત કરી હતી. જોકે, પાર્ટીના નેતાઓએ તેમના રાજીનામાનો અસ્વિકાર કર્યો હતો. આમ છતાં રાહુલ ગાંધી વારંવાર રાજીનામું આપવાની જીદ પકડી રાખી હતી. આજે તેમના જન્મદિવસ નિમિત્ત્।ે કોંગ્રેસના કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ છે, રાહુલના જન્મદિવસ પર પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા વિવિધ આયોજનો પણ કરાયા છે.(૨૩.૧૧)

(11:31 am IST)