Gujarati News

Gujarati News

News of Friday, 19th May 2023

વડાપ્રધાને જણાવવું જોઈએ કે 2016ની નોટબંધીથી શું ફાયદો થયો : સિદ્ધારમૈયા

"જો 2000ની નોટ પર હવે પ્રતિબંધ લગાવવામાં આવી રહ્યો છે તો તેને 2016માં શા માટે લાવવામાં આવી?

નવી દિલ્હી : કર્ણાટકના મુખ્યમંત્રી બનવા જઈ રહેલા કોંગ્રેસ નેતા સિદ્ધારમૈયાએ કહ્યું છે કે 2000ની નોટ પર પ્રતિબંધ મૂકીને ભાજપ પોતાની નિષ્ફળતાઓ પરથી લોકોનું ધ્યાન હટાવવા માંગે છે. તેમણે સવાલ કર્યો છે કે, "જો 2000ની નોટ પર હવે પ્રતિબંધ લગાવવામાં આવી રહ્યો છે તો તેને 2016માં શા માટે લાવવામાં આવી?" વડાપ્રધાન પોતાના રાજકીય લાભ માટે નોટબંધીનો દુરુપયોગ કરી રહ્યા છે

  સિદ્ધારમૈયાએ કહ્યું, "વડાપ્રધાને હવે 2000ની નોટો પર પ્રતિબંધ મૂક્યો છે. તેમણે પહેલા લોકોને જણાવવું જોઈએ કે 2016માં 500 અને 1000ની નોટો પર પ્રતિબંધ મૂકીને કયો હેતુ પૂરો કરવામાં આવ્યો? ભારતીય રિઝર્વ બેંકે ચલણમાંથી 2000 રૂપિયાની નોટો પાછી ખેંચવાની જાહેરાત કરી છે. શુક્રવારે જાહેર કરવામાં આવેલા તેના નિવેદનમાં આરબીઆઈએ કહ્યું છે કે આ નોટો માન્ય રહેશે અને 30 સપ્ટેમ્બર 2023 સુધી બેંકોમાં જમા કરાવી શકાશે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે લોકો તેમના બેંક ખાતામાં 2000ની નોટ જમા કરાવી શકે છે અથવા કોઈપણ બેંક શાખામાં જઈને તેમની નોટ બદલી શકે છે.

   
(10:54 pm IST)