Gujarati News

Gujarati News

News of Friday, 19th May 2023

રૂપિયા 2000ની નોટ પાછી ખેંચવાના નિર્ણય પર કોંગ્રેસ અને આપ દ્વારા સરકાર પર આકરા પ્રહાર

વર્ષ 2016માં નોટબંધી બાદ લોકોની નોકરી ગઈ, જીવ ગયા અને અર્થતંત્રને નુકસાન થયું. સરકારે જે વર્ષ 2016માં દાવો કર્યો હતો કે કાળુ નાણું અને ભ્રષ્ટાચાર ખતમ થશે, પણ એવું કંઈ થયું નહીં.

નવી દિલ્હી : રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ એક મહત્વનો નિર્ણય લઈને ફરી વખત નોટબંધીની યાદ તાજા કરી છે. મધ્યસ્થ બેંકના નિર્ણય પ્રમાણે RBI રૂપિયા 2000ની ચલણી નોટો પાછી ખેંચશે. રૂપિયા 2000ની નોટોની છાપવાની કામગીરી બંધ થઈ રહી છે.

બીજી બાજુ રૂપિયા 2000ની ચલણી નોટો બંધ કરવાના સરકારના નિર્ણય અંગે કોંગ્રેસ તરફથી પ્રતિક્રિયા આવી છે.

કોંગ્રેસના નેતા અને પ્રવક્તા જયરામ રમેશે સોશિયલ મીડિયા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે આકરી પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે આપણા સ્વયંભૂ વિશ્વગુરુની આ વિશેષતા છે. પહેલા એક્ટ કરે છે, પછી વિચારે છે. રમેશે લખ્યું કે 8મી નવેમ્બર,2018ના રોજ આ વિનાશકારી તઘલકી ફરમાન બાદ એટલી અંધાધૂતી વચ્ચે રજૂ કરવામાં આવેલી રૂપિયા 2000ની નોટ હવે પાછી ખેંચવામાં આવી રહી છે. 

તેમણે કહ્યું કે છેવટે સરકારે આ પ્રકારના પગલાં પાછળ પોતાનો ઈરાદો સ્પષ્ટ કરવો જોઈએ. સરકાર પોતાના પ્રજા વિરોધી અને ગરીબ વિરોધી એજન્ડાને આગળ વધારી રહી છે.

આમ આદમી પાર્ટીએએ પણ સરકાર પર હુમલો કર્યો છે. પક્ષના નેતા સૌરભ ભારદ્વાજે કહ્યું કે વર્ષ 2016માં નોટબંધી બાદ લોકોની નોકરી ગઈ, જીવ ગયા અને અર્થતંત્રને નુકસાન થયું. સરકારે જે વર્ષ 2016માં દાવો કર્યો હતો કે કાળુ નાણું અને ભ્રષ્ટાચાર ખતમ થશે, પણ એવું કંઈ થયું નહીં

(10:46 pm IST)