Gujarati News

Gujarati News

News of Friday, 19th May 2023

વાયદા બજારમાં સોનું રૂપિયા 2000 સસ્તું: ચાંદીની કિંમતમાં 8 ટકાથી વધુનો ઘટાડો

-બુલિયન માર્કેટમાં સતત ગાબડાં : દિલ્લીમાં સતત બીજા દિવસે રૂ.500ની આસપાસનો ઘટાડો

નવી દિલ્હી :છેલ્લા બે સપ્તાહમાં દેશના વાયદા બજારમાં સોનું રૂપિયા 2000 સસ્તું થયું છે. જેના કારણે સોનાની કિંમત 60 હજાર રૂપિયાની નીચે જોવા મળી હતી. બીજી તરફ ચાંદીમાં પણ બે સપ્તાહમાં ઘણો ઘટાડો થયો છે. આ દરમિયાન તેની કિંમતમાં 8 ટકાથી વધુનો ઘટાડો જોવા મળ્યો છે. આ સિવાય  બુલિયન માર્કેટમાં સોનું સતત સસ્તું થઈ રહ્યું છે. દિલ્લીમાં સતત બીજા દિવસે રૂ.500ની આસપાસનો ઘટાડો જોવા મળ્યો છે.

   
(9:01 pm IST)