Gujarati News

Gujarati News

News of Friday, 19th May 2023

હવે ટ્વીટર પર બે કલાકના વીડિયો અપલોડ કરી શકાશે

મસ્કે ટ્વીટર સંભાળ્યા બાદ અનેક ફેરફાર કર્યા ઃ બ્લુટીક વેરીફાઇડ સબસક્રિપ્શન ધરાવનારને લાભ મળશે

વોશિંગ્ટન, તા.૧૯ ઃ જ્યારથી ટ્વિટરના માલિક બન્યા છે ત્યારથી જ તેમણે એક પછી એક ઘણા મોટા ફેરફાર કર્યા છે. જુના કર્મચારીઓને કાઢી નાખ્યા નવા કર્મચારીઓની ભરતી કરી, બ્લ્યુ ટીક કાઢ્યું, બ્લ્યુ ટીક પાછું શરૃ કર્યું, અગાઉ બ્લોક કરવામાં આવેલા અનેક મહાનુભાવોના ટ્વીટર એકાઉન્ટ ફરીથી કાર્યરત કર્યા, સબસ્ક્રીપ્શન ચાલુ કર્યુંપ. વગેરે વગેરેપ ટ્વીટર ના ફેરફારોની યાદી તો અનંત છે.

હવે ટ્વીટરના માલિક મસ્કે અત્યાર સુધીની સૌથી મોટી અને ચોકાવનારની જાહેરાત કરી છે મસ્કેટ ટ્વીટ કરીને જણાવ્યું છે કે હવે ટ્વીટર પર બે કલાકના વીડિયો અપલોડ કરી શકાશે. મતલબ કે લોકો હવે આઠ જીબી સુધીના વીડિયો ટ્વીટર પર અપલોડ કરી શકશે.

જોકે બ્લુટીક વેરીફાઇડ સબસક્રિપ્શન ધરાવતા લોકો જ આ સેવાનો લાભ લઈ શકશે.  ટ્વીટરની જાહેરાત બાદ લોકો ઉત્સાહમાં આવી ગયા છે અને કેટલાક લોકોએ તો ફિલ્મો પણ અપલોડ કરવાનું શરૃ કરી દીધું છે.

(7:23 pm IST)