Gujarati News

Gujarati News

News of Friday, 19th May 2023

RBIનો મોટો નિર્ણય : હવેથી RBI એક પણ 2 હજાર રુપિયાની નવી નોટ બહાર નહીં પાડે : લીગલ ટેન્ડર તરીકે ચાલુ રહેશે.

RBI ટૂંક સમયમાં દેશભરમાંથી 2000 રૂપિયાની નોટ પાછી ખેંચી લેશે:. નોટો બેંકમાં જઈને એક્સચેન્જ કરાવી શકો છો

નવી દિલ્હી :  ભારતીય રિઝર્વ બેંકે 2000 રૂપિયાની નોટ પર મોટો નિર્ણય લીધો છે. RBI ટૂંક સમયમાં દેશભરમાંથી 2000 રૂપિયાની નોટ પાછી ખેંચી લેશે. પરંતુ આ કિસ્સામાં પણ એક સમસ્યા છે. RBI એ પણ સ્પષ્ટ કર્યું છે કે 2000 રૂપિયાની નોટ લીગલ ટેન્ડર તરીકે ચાલુ રહેશે.

.RBIએ કહ્યું છે કે હવે 2,000 રૂપિયાની બેંક નોટ છાપવામાં આવશે નહીં. પરંતુ જો તમારી પાસે હોય, તો તમારે બેંકમાં જઈને તેને બદલાવવું પડશે.

આ નોટો તમે બેંકમાં જઈને એક્સચેન્જ કરાવી શકો છો. આરબીઆઈએ શુક્રવારે એક રિલીઝમાં કહ્યું કે 2,000 રૂપિયાની નોટને ચલણમાંથી પાછી ખેંચી લેવામાં આવી છે. પરંતુ તે લીગલ ટેન્ડર તરીકે ચાલુ રહેશે. 2000 રૂપિયાની આ નોટ નવેમ્બર 2016માં રજૂ કરવામાં આવી હતી.

બે હજાર રૂપિયાની નોટ આરબીઆઈ એક્ટ 1934ની કલમ 24 (1) હેઠળ લાવવામાં આવી હતી. જૂની 500 અને 1000 રૂપિયાની નોટો બંધ થયા બાદ ચલણની જરૂરિયાતને કારણે આ નોટો રજૂ કરવામાં આવી હતી. બીજી નોટ બજારમાં પૂરતી માત્રામાં આવ્યા બાદ રૂ. 2,000 રજૂ કરવાનો હેતુ નિષ્ફળ ગયો હતો. આથી 2018-19માં રૂ. 2,000ની નોટનું પ્રિન્ટિંગ બંધ કરવામાં આવ્યું હતું.

RBI એ RBI એક્ટ 1934ની કલમ 24(1) હેઠળ નવેમ્બર 2016માં આ નોટો જારી કરી હતી. આ નોટો નોટબંધી બાદ રિઝર્વ બેંક દ્વારા જારી કરવામાં આવી હતી. 500 અને 1000 રૂપિયાની નોટો જે તે સમયે ચલણમાંથી હટાવી દેવામાં આવી હતી, તેની બજાર અને અર્થવ્યવસ્થા પર પડતી અસરને ઓછી કરી શકાય તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો હતો. જ્યારે અન્ય મૂલ્યોની બેંક નોટો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ થઈ, ત્યારે બે હજાર રૂપિયાને ચલણમાં લાવવાનો હેતુ પૂરો થયો.

ક્લીન નોટ પોલિસી' અંતર્ગત રિઝર્વ બેંકે આ નિર્ણય લીધો છે. 2016માં થયેલી નોટબંધી પછી રિઝર્વ બેંકે 2000 રૂપિયાની નોટ બહાર પાડી હતી.
 છેલ્લા ત્રણ વર્ષથી 2000 રૂપિયાની એક પણ નોટ છાપવામાં આવી નથી. આવી સ્થિતિમાં, આ નોટ (2000 રૂપિયાની નોટ) ચલણમાં ન હોવાના બરાબર છે. RTI અનુસાર, વર્ષ 2019-20, 2020-21 અને 2021-22 દરમિયાન 2,000 રૂપિયાની નવી નોટ છાપવામાં આવી નથી.
હાલમાં રિઝર્વ બેંક દ્વારા બજારમાં 2, 5, 10, 20, 50, 100, 200, 500 અને 2000 રૂપિયાની નોટો બહાર પાડવામાં આવી રહી છે. પીએમ મોદીએ 8 નવેમ્બર 2016ના રોજ 500 અને 1000 રૂપિયાની નોટો ચલણમાંથી બહાર કરી દીધી હતી. તેના બદલામાં 2000 અને 500 રૂપિયાની નવી નોટો જારી કરવામાં આવી હતી.

નવી નોટો જારી કરવાનો હેતુ એ હતો કે નવી નોટો શક્ય તેટલી વહેલી તકે આખા દેશમાં ફેલાઈ જાય, પરંતુ હાલમાં બજારમાં 2000 રૂપિયાની બહુ ઓછી નોટો દેખાઈ રહી છે. આરબીઆઈ પાસેથી મળેલી માહિતી મુજબ 31 માર્ચ 2022 સુધીમાં દેશભરમાં ચલણમાં 2000 રૂપિયાની નોટોનો હિસ્સો ઘટીને માત્ર 13.8 ટકા થઈ ગયો છે.

નકલી નોટોની સંખ્યા વિશે વાત કરીએ, તો વર્ષ 2018 માં તે 54,776 હતી. વર્ષ 2019માં આ આંકડો 90,566 હતો અને વર્ષ 2020માં 2,44,834 નોટો હતો

 

(7:56 pm IST)