Gujarati News

Gujarati News

News of Friday, 19th May 2023

પીળા દાંત, દાંતમાં દુર્ગંધ કે દાંતમાં સડાને રોકવા માટેના ઘરગથ્‍થુ ઉપાય અજમાવી શકાય

ડાયેટ બદલવાતી, દિવસમાં બે વાર બ્રશ કરવાથી અને ધુમ્રપાન છોડવાથી દાંતને બચાવી શકાય

નવી દિલ્‍હીઃ આપણે શરીરના તમામ ભાગોની સંભાળ રાખવાનો ખૂબ પ્રયાસ કરીએ છીએ, પરંતુ ઘણી વખત દાંતની યોગ્ય રીતે કાળજી લેતા નથી, જેના કારણે દાંત પીળા પડવા, કેવિટી, પેઢામાંથી લોહી નીકળવું અને શ્વાસની દુર્ગંધ જેવી સમસ્યાઓ થવા લાગે છે. . ચાલો જાણીએ કે આ સમસ્યાઓને એકસાથે દૂર કરવા માટે તમે કયા ઉપાયો કરી શકો છો.

દાંતની સંભાળ માટે શું કરવું?

1. ડાયેટ બદલો

જો તમે રોજેરોજ સ્વીટ ફૂડ અથવા દાંત પર ચોંટી જાય તેવી વસ્તુઓ ખાઓ છો, તો સ્વાભાવિક છે કે બેક્ટેરિયાને વધવાની તક મળશે, જેના કારણે દાંતમાં એકસાથે અનેક પ્રકારની સમસ્યાઓ થઈ શકે છે. તેથી આવી વસ્તુઓ વધુ ન ખાવી..

2. દિવસમાં બે વાર બ્રશ કરો

જો તમે ઈચ્છો છો કે દાંતની ગંદકી દૂર થાય અને બેક્ટેરિયા એકઠા ન થાય, તો સવારે ઉઠ્યા પછી અને રાત્રે સૂતા પહેલા ટૂથબ્રશથી દાંત સાફ કરો.

3. ગુટખા અને તમાકુ ન ચાવો

ગુટખા અને તમાકુ ચાવવા એ એક સામાજિક દુષણ તો છે જ, પરંતુ તેના કારણે દાંત, પેઢા અને જીભને ઘણું નુકસાન થાય છે, આજકાલ યુવાનોથી લઈને વૃદ્ધો સુધીના લોકો આ વ્યસનનો શિકાર બન્યા છે. આ ખરાબ આદતને જલ્દી છોડી દેવી જોઈએ.

4. ડેન્ટિસ્ટ પાસેથી ચેકઅપ કરાવો

તમે તમારા દાંતની કેટલી પણ કાળજી રાખો છો, પરંતુ મહિનામાં એક કે બે વાર ડેન્ટિસ્ટ પાસે ચેકઅપ તો કરાવવું જ જોઈએ. તેનાથી દાંતની નાની-નાની સમસ્યાઓની ખબર પડી જાય છે અને પછી તમે જલ્દીથી જલ્દી ઉપાય કરવાનું શરૂ કરી શકો છો..

(6:21 pm IST)