Gujarati News

Gujarati News

News of Friday, 19th May 2023

રિલાયન્‍સ રિટેલ સાથે ભાગીદારી કરીને ફરી પ્રતિબંધિત ચીની કંપની ભારતમાં પ્રવેશ કરશે

ઓનલાઈન ફાસ્‍ટ ફેશન કંપની શીનનો ફરી ભારતમાં પાછલા દરવાજેથી એન્‍ટ્રી

નવી દિલ્‍હી : ભારતમાં પ્રતિબંધિત થયાના ત્રણ વર્ષ બાદ ચીનની ઓનલાઇન ફાસ્‍ટ ફેશન કંપની શીન ફરી પાછલા બારણેથી ભારતમાં પ્રવેશ કરવા માટે તૈયારી કરી રહી છે અને હવે તે દેશની મહત્‍વની અને -મુખ રીટેલ વિક્રેતા રિલાયન્‍સ રીટેલ સાથે ભાગીદારી કરીને ભારતમાં પ્રવેશ કરવાની તૈયારી કરી રહી હોવાનું બહાર આવ્‍યું છેથયાતેમ બિઝનેસ જગતના અખબારોએ જણાવ્‍યું છે.ઉદ્યોગ જગત સાથે જોડાયેલા સૂત્રોને ટાંકીને અહેવાલમાં એવી માહિતી આપવામાં આવી છે કે ચીનની આ કંપની એવી બધી એપમાં સામેલ છે જેને ચીન સાથે તનાવ પેદા થયા બાદ -તિબંધિત કરી દેવામાં આવી હતી અને ૨૦૨૦ માં કેન્‍દ્ર સરકાર દ્વારા આ પગલું લેવામાં આવ્‍યું હતું પરંતુ હવે આ પ્રતિબંધિત કંપની ફરીથી ભારતમાં પ્રવેશ કરવા ઊંધામાં નાખી રહી છે.ચીનની આ કંપનીએ રિલાયન્‍સ રીટેઇલ સાથે ભાગીદારી કરી લીધી હોવાનું પણ અહેવાલમાં જણાવવામાં આવ્‍યું છે અને હવે વૈશ્વિક લેવલ પર સૌથી ઝડપથી વધી રહેલા ફેશન બજારમાંથી એકમાં મુકેશ અંબાણીના નેતળત્‍વ વાળી રિલાયન્‍સ ઇન્‍ડસ્‍ટ્રીઝની રીટેલ પેઢીના માધ્‍યમથી ચીનની આ કંપની કામ કરશે.

બિઝનેસ સ્‍ટાન્‍ડર્ડ દ્વારા અપાયેલા આ મુજબના અહેવાલમાં એવો દાવો પણ કરવામાં આવ્‍યો છે કે આ બારામાં રિલાયન્‍સ રીટેલને ઇ-મેલ મોકલીને વિગતો જાણવાનો -યાસ થયો હતો પરંતુ તેના તરફથી કોઈ જવાબ અપાયો નથી.

(4:45 pm IST)