Gujarati News

Gujarati News

News of Friday, 19th May 2023

રિઝર્વ બેંક દ્વારા રેકોર્ડબ્રેક ડિવિડન્‍ડ મળી શકે છે, રાજકોષીય ખાધ ઘટાડવામાં મદદ મળશે

મોદી સરકારને થશે બમ્‍પર ધનલાભ

નવી દિલ્‍હીઃ કેન્‍દ્રની મોદી સરકારને રિઝર્વ બેન્‍ક ઓફ ઇન્‍ડિયા તરફથી મોટો ધનલાભ થઈ શકે છે અને બમ્‍પર ડિવિડન્‍ડ મળી શકે છે અને તેના થકી કેન્‍દ્ર સરકારને રાજકોષીય ખાધને કાબુમાં રાખવામાં મદદ મળશે તેમ માનવામાં આવે છે.

રિઝર્વ બેંકની આજે બોર્ડની બેઠક મળી રહી છે અને તેમાં ડિવિડન્‍ડ અંગે મહત્‍વનો ફેસલો કરવામાં આવશે અને આ ડિવિડન્‍ડ ચાલુ મહિના દરમિયાન જ સ્‍થાનાંતરિત થવાની આશા છે. એમ માનવામાં આવે છે કે નાણાકીય વર્ષ ૨૦૨૪ ના બજેટ અનુમાનોને પણ આ રકમ પાર કરી દેશે અને કેન્‍દ્ર સરકારની તિજોરી ભરાઈ જશે અને તેની નાણાકીય કટોકટી ખૂબ જ હળવી થઈ જવાની સંભાવના છે.

નવ જેટલા અર્થશાષાીઓના એક  સર્વેક્ષણ અનુસાર ૩૧ માર્ચે સમાપ્ત નાણાકીય વર્ષ માટે ૯૦૦ અબજ રૂપિયા નું સરપ્‍લસ ટ્રાન્‍સફર થયેલું છે જ્‍યારે સરકારનું અનુમાન ૪૮૦ અબજ ડોલરનું હતું.

બીજી બાજુ કેન્‍દ્ર સરકારને પણ એવી અપેક્ષા છે કે રિઝર્વ બેન્‍ક ખૂબ જ વધુ ડિવિડન્‍ડ ટ્રાન્‍સફર કરી શકે છે અને આમ થવાથી સરકારની બજાર ઊધારીને ઓછી કરવામાં મદદ મળશે.

(4:36 pm IST)