Gujarati News

Gujarati News

News of Friday, 19th May 2023

જ્ઞાન વાપી કેસઃ શિવલિંગના કાર્બન ડેટિંગ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં મહત્‍વની સુનાવણી

અલ્‍હાબાદ હાઇકોર્ટના આદેશને મુસ્‍લિમ પક્ષ દ્વારા પડકાર ફેંકવામાં આવ્‍યો છે

નવી દિલ્‍હીઃ જ્ઞાન વાપી મસ્‍જિદ મંદિર વિવાદ અંગે નો કેસ હવે મહત્‍વના તબકકામાં આવી ગયો છે અને મસ્‍જિદના પરિસર માંથી મળેલી શિવલિંગ જેવી આકૃતિ કેટલી જૂની છે તેની જાણકારી મેળવવા માટે કાર્બન ડેટિંગ કરવાના મુદ્દા પર આજે સુપ્રીમ કોર્ટમાં મહત્‍વની સુનાવણી થવાની છે.

કાર્બન ડેટિંગ કરવાનો અલ્‍હાબાદ હાઇકોર્ટે આદેશ કર્યો હતો અને આદેશને મુસ્‍લિમ પક્ષ દ્વારા સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્‍યો છે શિવલિંગના કાર્બન ડેટિંગ અને વૈજ્ઞાનિક સર્વેક્ષણ માટે અલ્‍હાબાદ હાઇકોર્ટે આદેશ આપ્‍યો હતો.

મુખ્‍ય ન્‍યાયમૂર્તિ ચંદ્રચૂડના નેતૃત્‍વ હેઠળની ખંડપીઠીકામાં આજે મહત્‍વની સુનાવણી થવાની છે. ગત બારમી મેના રોજ અલ્‍હાબાદ હાઇકોર્ટ દ્વારા વૈજ્ઞાનિક સર્વેક્ષણનો આદેશ આપવામાં આવ્‍યો હતો.

મુસ્‍લિમ પક્ષ દ્વારા વકીલની દલીલો આ પહેલા પણ થઈ હતી અને તેમણે કહ્યું હતું કે અલ્‍હાબાદ હાઈકોર્ટના આદેશ વિરુદ્ધ ની અમારી અરજી હજુ પેન્‍ડિંગ છે. જોકે આજે સુપ્રીમ કોર્ટમાં થનારી મહત્‍વની સુનાવણી તરફ સૌની નજર મંડાઈ છે.

(4:33 pm IST)