Gujarati News

Gujarati News

News of Friday, 19th May 2023

શાહરૂખના પુત્રને પકડનાર સમીર વાનખેડે પાસે મુંબઇમાં ચાર ફલેટ અને ૨૨ લાખની રોલેકસ ઘડિયાળ, સંપતિ પર સવાલ

આપકી યા પાપ કી કમાઇ ?

 મુંબઇઃ અભિનેતા શાહરુખ ખાન ના પુત્ર આર્યન ખનને ડ્રગ કેસમાં ગિરફતાર કરનાર એનસીબીના પૂવ અધિકારી સમીર વાનખેડે ની સંપતિ પર હવે સવાલો ઉભા થઇ રહ્યા છે તેમની તપાસ ચાલુ છે અને સીબીઆઇએ  પૂછપરછ માટે બોલાવ્‍યા છે ત્‍યારે તેની કેટલીક સંપતિનો ખુલાસો થયો છે જે ચોકવનારો છે.

સમીર વાનખેડે એ પોતાના પરિવાર સાથે અનેક વિદેશ યાત્રાઓ પણ કરી છે અને આવક કરતા વધુ સંપતિનો ખુલ્લાસો થયો છે અને ત્‍યારે સીબીઆઇ તપાસનો સામનો કરી રહ્યા છે.

એન સીબી ના વિજિલન્‍સ વિભાગ ના રિપાર્ટમાં કેટલીક માહિતી આપવામાં આવી છે અને તેમાં એમ પણ જણાવવામાં  આવ્‍યું છે કે મુંબઇમાં સમીર વાનખેડ ેના ચાર ફેલટ છે આ ઉપરાંત બીજી કેટલીક સંપતિ હોવાનું પણ બહાર આવ્‍યું છે. એજ રીતે બીજા એક વિસ્‍તારમાં ૪૧ હજાર એકર જમીન પણ છે.

શાહરુખ ખાન પાસેથી તેના પુત્રને નહીં ફસાવવા બદલ સમીર વાનખેડે દ્વારા ૨૫ કરોડની માંગણી કરવામાં આવી હતી તેવા આરોપ તેમની સામે છે અને હવે સીબીઆઇ મેદાનમાં છે ત્‍યારે સમીર વાનખેડે ની મુસીબતમાં વધારો થવાનો છે.

(4:27 pm IST)