Gujarati News

Gujarati News

News of Friday, 19th May 2023

આસામ હાઇકોર્ટના નિવૃત મુખ્‍ય ન્‍યાયાધીશ સત્‍યસાંઇ હોસ્‍પીટલની મુલાકાતે

નવી દિલ્‍હીઃઆસામ હાઇકોર્ટના નિવૃત મુખ્‍ય ન્‍યાયાધીશ શ્રી રશ્‍મીન મનહરભાઇ છાયા અને પબ્‍લીક પ્રોસીકયુટર શ્રી મિતેષભાઇ અમિન પોતાનો કિંમતી સમય ફાળવીને શ્રી સત્‍યસાંઇ હાર્ટ હોસ્‍પિટલ અમદાવાદની મુલાકાત લીધી હતી. માનવતાની સેવા કરવાની અમારી નિઃસ્‍વાર્થ પ્રતિબધ્‍ધતા જોઇને અને અનુભવીને તેઓ ખુબજ પ્રભાવિત થયા હતા. તેમણે ૭ બાળકોને લાંબા અને સ્‍વસ્‍થ જીવનના આશીર્વાદ આપ્‍યા હતા. અમદાવાદની સત્‍યસાંઇ હાર્ટ હોસ્‍પિટલમાં આ બાળકોની કાર્ડીયાક પ્રોસીજર વિનામૂલ્‍યે કરવામાં આવી હતી.

(4:21 pm IST)