Gujarati News

Gujarati News

News of Friday, 19th May 2023

શીખ આતંકી જુથ ‘‘શીખ ફોર જસ્‍ટીસ'': દ્વારા જી-ટવેન્‍ટીનો બહિષ્‍કાર

(સુરેશ ડુગ્‍ગર દ્વારા) જમ્‍મુ તા.૧૯ : સંયુકત રાષ્‍ટ્રમાં શ્રીનગરમાં જી.ટવેન્‍ટીની બેઠકના સંચાલનનો મુદ્દો પાકિસ્‍તાન તરફથી ઉઠાવવામાં આવ્‍યા બાદ બ્રિટન સ્‍થિત એક વિરોધી સમુહ પણ ‘‘જી-ટવેન્‍ટી''ના બહિષ્‍કારમા કુદી પડયુંછે. આતંકી જુથ ‘‘શીખ ફોર જસ્‍ટિસ'' એટલે કે એસએફજેના રેકોર્ડ કરાયેલ, સંદેશમા જણાવાયુ છે કે, મોબાઇલ ફોનનો ઉપયોગ કર્તાઓની બેઠકનો બહિસ્‍કાર કરવા અને શ્રીનગર આંતરરાષ્‍ટ્રીય એરપોર્ટમાં અવરોધ ઉભો કરવા આહવાન કરાયું છે.

શીખ ફોર જસ્‍ટીસના સંયોજક ગુરૂપતવંતસિંહ પન્નુ તરફથી યુકેના નંબર ઉપરથી આ ઓડિયો મેસેજ વાયરલ થયો છે.

સુરક્ષા એજન્‍સીઓ દ્વારા શ્રીનગરમાં જી-ટવેન્‍ટી બેઠક પહેલા હાઇએલર્ટ કરી દેવામાં આવ્‍યું છે.

(4:15 pm IST)