Gujarati News

Gujarati News

News of Friday, 19th May 2023

ઇજાગ્રસ્‍ત ઉનડકટના સ્‍થાને મુંબઈની રણજી ટીમનો શેડગે

નવી દિલ્‍હીઃ લખનઉ સુપર જાયન્‍ટ્‍સે ઈજાગ્રસ્‍ત ફાસ્‍ટ બોલર જયદેવ ઉનડક્‍ટના સ્‍થાને મુંબઈની રણજી ટીમના યુવાન ઓલરાઉન્‍ડર સૂર્યાશ શેડગેને સ્‍કવૉડમાં સમાવ્‍યો છે. જયદેવને બે અઠવાડિયાં પહેલાં નેટ પ્રેક્‍ટિસમાં ખભામાં ઈજા થઈ હતી.

શેડગેને લખનઉના ફ્રૅન્‍ચાઇઝીએ ૨૦ લાખ રૂપિયામાં મેળવ્‍યો છે. ૨૦ વર્ષના શેડગેએ અન્‍ડર-૨૫ સ્‍ટેટ ‘એ' ટ્રોફીમાં ૮ મેચમાં ૧૮૪ રન બનાવ્‍યા અને ૧ર વિકેટ લીધી એને પગલે તેને ગઈ રણજી સીઝનમાં મુંબઈની ટીમમાં સમાવાયો હતો.

(4:12 pm IST)