Gujarati News

Gujarati News

News of Friday, 19th May 2023

કુદરતની કઠોરતા... દિવસેને દિવસે છોકરીનું માથુ મોટુ થઇ રહ્યું છે : ન ચાલી શકે છે, ન બોલી શકે છે કે ન જોઇ શકે છે ? આ બેબી નથી તેની ઉંમર ૨૯ વર્ષની છે : નવજાતની જેમ જિંદગી જીવે છે : તે હાઇડ્રોસિફલસથી પીડીત છે : બ્રાઝીલની વતની છે

કુદરત પણ ક્‍યારેક કઠોર બની કોપ વરસાવે છે. બ્રાઝીલમાં રહેતી એક આ મહિલાનું કહેવું છે કે તેની દીકરીનું માથું ઝડપથી વધી રહ્યું છે અને તેના કારણે લોકો તેને અલગ-અલગ નામથી બોલાવે છે. તેની પાછળનું કારણ એક દુર્લભ તબીબી સ્‍થિતિ છે. તે માને છે કે તેની પુત્રી હજુ પણ સુંદર છે. બાળકીનું નામ ગ્રેઝીલ રાખવામાં આવ્‍યું છે. જયારે Adalgisa Soares Alves ગર્ભવતી થઈ, ત્‍યારે તે જાણતી હતી કે કંઈક ખોટું હતું. તેને પેટમાં ખૂબ દુખાવો થતો હતો.

તપાસમાં ડોક્‍ટરોએ જણાવ્‍યું કે તેની દીકરીને હાઈડ્રોસેફાલસ છે. આ રોગથી પીડિત બાળકના માથામાં પ્રવાહીનું પ્રમાણ ઝડપથી વધે છે. જેના કારણે તેના માથાની સાઈઝ પણ વધી જાય છે. હવે અદલગીસા સોશિયલ મીડિયા દ્વારા તેની પુત્રી સાથેની સમસ્‍યાઓ વિશે જણાવે છે. તે કહે છે કે જયારે લોકો તેની પુત્રીને ‘મોટા માથાની' કહે છે, ત્‍યારે તે દુઃખી થાય છે. પરંતુ તે ખુશીની વાત છે કે બધા મિત્રો અને કુટુંબીજનો તેને જેમ છે તેમ પ્રેમ કરે છે. મામલો બ્રાઝિલનો છે.

ડેઈલી મેઈલના રિપોર્ટ અનુસાર ગ્રેઝીલ હવે ૨૯ વર્ષની થઈ ગઈ છે. તે ન તો ચાલી શકે છે, ન તો બોલી શકે છે કે ન જોઈ શકે છે. અડાલગીસાએ જણાવ્‍યું કે જયારે તે આઠ મહિનાની ગર્ભવતી હતી ત્‍યારે તે પથારીમાંથી ઉઠી પણ શકતી નહોતી. તેઓનું અલ્‍ટ્રાસાઉન્‍ડ થયું અને થોડા કલાકો પછી ગ્રેજીલનો રોગ જણાયો. તેની અનેક સર્જરી થઈ છે. પરંતુ હજુ પણ માથું મોટું થઈ રહ્યું છે. તેણે તાજેતરમાં તેની આંખોની રોશની પણ ગુમાવી દીધી છે. તે કહે છે, ‘દરરોજ હું તેની સંભાળ રાખું છું, તેને સ્‍નાન કરાવું છું અને પ્રેમથી ખવડાવું છું.'

આર્થિક રીતે આ પરિવાર સરકારી મદદ પર નિર્ભર છે. તેણીનું રોજિંદા જીવન વિશ્વને બતાવવા અને જાગૃતિ ફેલાવવા માટે, અડાલગીસા તેના ઇન્‍સ્‍ટાગ્રામ એકાઉન્‍ટ પર ચિત્રો અને વિડિયો પોસ્‍ટ કરે છે. અહીં તેના ૯ હજારથી વધુ ફોલોઅર્સ છે. કોમેન્‍ટ સેક્‍શનમાં જયાં કેટલાક લોકો ખોટી વાતો કહે છે, ત્‍યાં ઘણા લોકો છે જેઓ તેમને સપોર્ટ પણ કરી રહ્યા છે. અડાલગીસાને વધુ બે બાળકો છે, જેમાંથી એક ૨૮ વર્ષનો છે અને બીજો ૨૬ વર્ષનો છે.

(3:10 pm IST)