Gujarati News

Gujarati News

News of Friday, 19th May 2023

કેરી ફળોનો જ નહીં ‘મોંઘવારી'નો પણ રાજા : દર વર્ષે ૧૦.૪ ટકા વધ્‍યા ભાવ

ગરમીમાં ઉપયોગ થતી વસ્‍તુઓ દર વર્ષે થાય છે મોંઘી : ૨૦૧૫થી અત્‍યાર સુધી દર વર્ષે તરબૂચ, દૂધ-દહીં અને કોલ્‍ડડ્રિંક્‍સના ભાવમાં અંદાજે ૪ ટકાથી વધુનો થયો વધારો

નવી દિલ્‍હી તા. ૧૯ : ફળોનો રાજા કેરી મોંઘવારીના રાજા પણ બનેલા છે. વર્ષ ૨૦૧૫થીકેરીની કિંમતોમાં દર વર્ષે અંદાજે ૧૦.૪ ટકા વધારો થયો છે. આ વખતે પણ સમય પહેલા ગરમી અને માવઠુ અને આંધી તોફાનના કારણે કેરીનો પાક ખરાબ રીતે પ્રભાવિત થયો છે. એવા માઝ આ વખતે પણ કેરીની કિંમતોમાં તેજી લાવવા આવવાની આશંકા છે. કેરી તે ૨૯૯ આઇટમ્‍સમાંસામેલ છે. જેનાથી રિટેલ મોંઘવારી દરનું નિર્ધારણ થાય છે.

વર્ષ ૨૦૧૫થીઅત્‍યારસુધી દર વર્ષે ગરમીઓમાં તરબૂચ, દૂધ-દહીં, કોલ્‍ડડ્રિંક્‍સ, સ્‍ટીમર-બોટનું ભાડું પોર્ટર ચાર્જ, રિક્રિએશન અને એમ્‍યુઝમેન્‍ટ તેમજ છત્રીની અંદાજે મોંઘવારી ૪ ટકાથી વધુ રહી છે. જો કે ફ્રીઝ, એર કંડીશનર, એર કુલર અને ઇલેક્‍ટ્રિક ફેન કિંમતમાં વધુ તેજી નથી આવી. પરંતુ હાલના વર્ષોમાં ઇનપુટ કોસ્‍ટ વધવાથી તેનીકિંમતોવધુ વધી છે.  કેરી અને તરબુચને છોડીને બાકી રહેલી ફુડઆઇટમ્‍સનીકિંમતમાં હાલના વર્ષોમાં પછી તેજી આવી છે. આઈસ્‍ક્રીમની કિંમતમાં ૬ વર્ષમાં અંદાજે ૨.૯ ટકા તેજી આવી છે. બીજી બાજુ ૨૦૧૫થી અત્‍યારસુધીમાંવિમાન ભાડામાંઉતાર ચડાવ જોવા મળ્‍યા છે. ૨૦૧૭માં ૨૩.૫ ટકા, ૨૦૨૨માં ૧૪.૭ ટકા અને ૨૦૨૩માં ૨૧ ટકાની તેજી રહી છે. પરંતુ બાકીના વર્ષોમાં ભારે ઘટાડો જોવા મળ્‍યો છે.

(1:28 pm IST)