Gujarati News

Gujarati News

News of Friday, 19th May 2023

હાય રે મોંઘવારી .. લોકો ખર્ચમાં કાપ મુકવા મજબુર : લકઝરી વસ્‍તુઓનું વેંચાણ ઘટયું

માર્ચ-એપ્રિલમાં કવીક સર્વિસ રેસ્‍ટોરન્‍ટ-લાઇફ સ્‍ટાઇલ એપેરેલ અને અન્‍ય ચીજોનું વેંચાણ ઘટયું

નવી દિલ્‍હી,તા. ૧૯ : માર્ચ ત્રિમાસીક અને એપ્રિલ મહિનામાં કંપનીઓના રિપોર્ટ અનુસાર વેચાપ કાં તો ફલેટ રહ્યું છે અથવા ઘટીને એક આંકડામાં થઇ ગયું છે અથવા તો ઘટી ગયું છે. જે દર્શાવે કે રેસ્‍ટોરન્‍ટ સેવાઓ, લાઇફ સ્‍ટાઇલ, ઘરેણાઓ અને જરૂરિયાતની વસ્‍તુઓ ગ્રાહકો ઓછા ભાવના ઉત્‍પાદનો વાળી ખરીદે છે માંગ ઘટાડી રહ્યા છે અને મોંઘવારીના કારણે નાણાંભીડ અનુભવી રહ્યા છે.

એક વર્ષ પહેલાની સરખામણીમાં આ વર્ષે એપ્રિલમાં લાઇફસ્‍ટાઇલ અને જરૂરિયાતની વસ્‍તુઓનું વેચાણ સતત બીજા મહિને ૬ ટકા જેટલુ જ વધ્‍યું છે. રીટેઇલર્સ એસોસીએશન ઓફ ઇન્‍ડીયા (આરએઆઇ) અનુસાર, ગત વર્ષે વેચાણ સતત બે આંકડામાં વધ્‍યું હતું પણ માર્ચ અને એપ્રિલ બંને મહિનામાં ઘટીને ૬ ટકા થયું હતુ જે છેલ્લા ૧૪ મહિનામાં સૌથી ઓછું હતું.

ફેશન રીટેઇલર લાઇફ સ્‍ટાઇલ ઇન્‍ટરનેશનલના સીઇઓ દેવરાજન ઐયરે કહ્યું, ‘ફેબ્રુઆરીથી જ ઘટાડો જોવા મળી રહ્યો હતો જે એપ્રિલ સુધી ચાલુ જ રહ્યો હતો જો કે વર્તમાન લગ્નની સીઝનના કારણે લોકોએ ખરીદી શરૂ કરતા મે મહિનામાં થોડો સુધારો જોવા મળ્‍યો હતો. આશા છે કે સીઝન સેલના અંત સુધી તે જળવાઇ રહેશે.' ઐયરે કહ્યું કે દક્ષિણ ભારતમાં બજાર ઉત્તર ભારતની સરખામણીમાં જળવાઇ રહ્યું છે જે વધુ ચિંતાનો વિષય છે.'

આરએઆના આંકડાઓ દર્શાવે છે કે સમગ્ર ભારતનો વિકાસ દર ૬ ટકા છે જ્‍યારે દક્ષિણ ભારતમાં તે ૭ ટકા અને ઉત્તર ભારતમાં ૩ ટકા છે.

ડોમીનો, કેએફસી, પીઝા હટ અને બર્ગર કીંગ જેવી મોટી કવીક સર્વિસ રેસ્‍ટોરન્‍ટ ચેઇનોનું વેચાણ માર્ચ ત્રિમાસીકમાં કાં તો જળવાઇ રહ્યું છે અથવા ઘટયું છે. જ્‍યારે બીઓસ, ટોસીન, ગો પીઝા અને મોજો પીઝ) જેવી નાની બ્રાન્‍ડનું વેચાણ વધી રહ્યું છે.

વિશ્‍લેષકો વેચાણના ઘટાડા માટે મોટી બ્રાન્‍ડોના ઉંચા ભાવ અને નાની બ્રાન્‍ડો દ્વારા અપાઇ રહેલી સ્‍પર્ધાને જવાબદાર ગણે છે.

(12:08 pm IST)