Gujarati News

Gujarati News

News of Friday, 19th May 2023

‘ટ્‍વિટર બ્‍લૂ' સબ્‍સક્રાઇબર અપલોડ કરી શકશે ૨ કલાકનો વીડિયો

એલન મસ્‍કનું મોટું એલાન

ન્‍યુયોર્ક,તા. ૧૯ : સોશિયલ મીડિયા પ્‍લેટફોર્મ ટ્‍વિટરના માલિક એલન મસ્‍કે વેરિફાઈડ એકાઉન્‍ટમાંથી બ્‍લુ ટિક યુઝર્સ માટે મોટી જાહેરાત કરી છે. એલન મસ્‍કે પોતાના સત્તાવાર ટ્‍વિટર હેન્‍ડલ પરથી જાહેરાત કરતા જણાવ્‍યું કે હવે ‘ટ્‍વિટર બ્‍લૂ' સબ્‍સક્રાઇબર સબસ્‍કાઈબર ટ્‍વીટર પર બે કલાકના વિડીયો અપલોડ કરી શકશે. જેમાં ૮ જીબીની મર્યાદા અપાઈ છે.

તાજેતરમાં ટ્‍વિટરે પેઇડ બ્‍લુ ટિક સર્વિસ શરૂ કરવાની જાહેરાત કરી હતી. તે યુએસ, યુકે, કેનેડા, ઓસ્‍ટ્રેલિયા અને ન્‍યુઝીલેન્‍ડમાં લોન્‍ચ કરવામાં આવ્‍યું હતું. આ પછી તાજેતરમાં ભારતમાં પણ તેની શરૂઆત થઇ છે. આ હેઠળ આ સેવા માટે ચૂકવણી કરનારાઓ જ તેમના ખાતા પર બ્‍લુ ટિક મેળવી શકે છે.

જો કોઈ યુઝર બ્‍લુ ટિક માટે ટ્‍વિટર બ્‍લુ પર સબસ્‍ક્રાઈબ કરવું પડશે. ભારતમાં ટ્‍વિટર બ્‍લુનું સબસ્‍ક્રિપ્‍શન રૂ. ૬૫૦ થી શરૂ થાય છે. મોબાઈલ યુઝર્સ માટે તે દર મહિને રૂ. ૯૦૦ નક્કી કરાયા છે.

અગાઉ ટ્‍વિટર પર વેરિફાઈડ એકાઉન્‍ટ પર માત્ર બ્‍લુ ટિક આપવામાં આવતી હતી. કંપની હવે ત્રણ પ્રકારના માર્ક્‍સ આપી રહી છે. ટ્‍વિટર સરકાર સંબંધિત એકાઉન્‍ટ્‍સને ગ્રે ટિક, કંપનીઓને ગોલ્‍ડન ટિક અને અન્‍ય વેરિફાઈડ એકાઉન્‍ટ્‍સને બ્‍લુ ટિક આપી રહ્યું છે.

(11:45 am IST)