Gujarati News

Gujarati News

News of Friday, 19th May 2023

આસામમાં સગીરાનો સામૂહિક બળાત્‍કારઃ ચાલતી કારમાં કર્યું દુષ્‍કર્મ

ચાર યુવકોએ બાળકીને જબરજસ્‍તીથી કારમાં બેસાડી દીધીઃ પછીથી તેને નેશનલ હાઈવે ૩૧સી પર લઈ ગયા

ગુવાહાટી,તા. ૧૯ : દેશમાં સતત રાક્ષસી વૃત્તિ ધરાવતા લોકો બાળકીઓને પોતાનો શિકાર બનાવી રહ્યા છે. હવે આસામમાં કોકરાઝાર જિલ્લામાં ચાલતી કારમાં ચાર યુવકોએ ૧૩ વર્ષીય એક માસૂમ બાળકી પર કહેવાતી રીતે બળાત્‍કાર કર્યો.

એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્‍યું કે મંગળવારે સાંજે ચાર યુવકોએ બાળકીને જબરજસ્‍તી પોતાની કારમાં બેસાડી દીધી. પછીથી તેને રાષ્ટ્રીય રાજમાર્ગ ૩૧સી પર લઈને ગયા, જયાં તેની સાથે ચાલતી કારમાં જ દુષ્‍કર્મ કર્યું. અધિકારીએ જણાવ્‍યું કે આ વિસ્‍તાર દોતમાં શહેર નજીક આવે છે. જયાં પોલીસને માહિતી મળી અને તરત જ પોલીસે તપાસ શરૂ કરી દીધી હતી.

અધિકારીએ જણાવ્‍યું કે દોતમા પોલીસ સ્‍ટેશનમાં કેસ નોંધવામાં આવ્‍યો છે. તપાસ બાદ ચારેય આરોપીઓની બુધવારે ધરપકડ કરી લેવામાં આવી છે. આરોપીઓને કોકરાઝારની એક કોર્ટમાં રજૂ કરવામાં આવ્‍યો અને તેમને ત્રણ દિવસની પોલીસ રિમાન્‍ડ પર પણ મોકલી દેવામાં આવ્‍યા છે.

(10:30 am IST)