Gujarati News

Gujarati News

News of Friday, 19th May 2023

રૉયલ ચેલેંજર્સ બેંગલુરુએ 8 વિકેટથી સનરાઈઝર્સ હૈદરાબાદને હરાવ્યું : વિરાટ કોહલી અને ફાક ડુ પ્લેસિસની તોફાની ઇનિંગ

-

મુંબઈ :આઈપીએલ 2023ની 65મી મેચમાં રૉયલ ચેલેંજર્સ બેંગલુરુએ સનરાઈઝર્સ હૈદરાબાદને 8 વિકેટથી હરાવી દીધું હતું. 18 મેના રોજ રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં થયેલી આ મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદે આરસીબીને જીત માટે 187 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેને છેલ્લી ઓવરમાં પ્રાપ્ત કરી લીધો હતો. આરસીબીની જીતનો હીરો વિરાટ કોહલી અને કપ્તાન ફાક ડુ પ્લેસિસ હતો.


વિરાટ કોહલીએ 63 બોલમાં 100 રનની ઈનિંગ્સ રમી, જેમાં 12 ચોગ્ગા અને ચાર છગ્ગા માર્યા હતા. કોહલીના આઈપીએલ કરિયરની આ છઠ્ઠી સદી હતી. કોહલીએ સૌથી વધારે સદી લગાવવાના મામલામાં ક્રિસ ગેલની બરાબરી કરી લીધી. ડુ પ્લેસિસની વાત કરીએ તો, તેણે 7 ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 47 બોલ પર 71 રન બનાવ્યા. ડુ પ્લેસિસે પોતાની ઈનિંગ્સમાં સાત ચોગ્ગા અને બે છગ્ગા લગાવ્યા હતા. ડુ પ્લેસિસ અને કોહલીએ મળીને 17.5 ઓવરમાં 172 રનીની તોફાની ભાગીદારી કરી હતી.

  કોહલીએ 1489 દિવસ અને 63 ઈનિંગ્સ બાદ આઈપીએલમાં સદી લગાવી છે. કોહલીને પાછલી આઈપીએલ સદી 19 એપ્રિલ 2019માં કોલકાતા નાઈટ રાઈડર્સ વિરુદ્ધ લગાવી હતી. તે સદી બાદ કોહલીએ 63 ઈનિંગ્સમાં 31ની એવરેજથી 1736 રન બનાવ્યા હતા. જેમાં 14 અડધી સદી સામેલ છે. સાથે જ આઈપીએલ ઈતિહાસમાં આવું પહેલીવાર થયું છે,જ્યારે બંને ટીમ તરફથી કોઈ એક મેચમાં સદી લાગી હોય. હૈદરાબાદ તરફથી હેનરિક ક્લાસેને આ મેચમાં સદી લગાવી હતી.

  ટૉસ હારીને પહેલા બેટિંગ કરતા સનરાઈઝર્સ હૈદરાબાદની શરુઆત ખરાબ રહી અને તેણે પાવરપ્લેમાં જ પોતાના ઓપનર્સે વિકેટ ખોઈ દીધી હતી. 5મી ઓવરના પહેલા બોલ પર અભિષેક શર્મા (11)ને માઈકલ બ્રેસવેલે મહિપાલ લોમરોરના હાથે કૈચ આઉટ કરાવ્યો. બાદમાં એક બોલ બાદ બ્રેસવેલે રાહુલ ત્રિપાઠીને પણ પોતાનો શિકાર બનાવ્યો. અહીંથી એડન માર્કરમ અને હેનરિક ક્લાસેને 76 રનોની પાર્ટનરશિપ કરીને ઈનિંગ્સ સંભાળી હતી. શાહબાઝ અહમદે માર્કરમને બોલ્ડ આઉટ કરીને આ પાર્ટનરશિપનો અંત કર્યો. માર્કરમે 20 બોલનો સામનો કરતા 18 રન બનાવ્યા હતા.

 

(11:53 pm IST)