Gujarati News

Gujarati News

News of Friday, 19th May 2023

નવા સંસદભવનનું વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે 28 મેં ના રોજ ઉદ્ધઘાટન થશે

64,500 ચોરસ મીટરમાં ફેલાયેલા નવા સંસદ ગૃહમાં 1224 સાંસદો માટે બેઠક વ્યવસ્થા:ત્રણ મુખ્ય દરવાજાને જ્ઞાન દ્વાર, શક્તિ દ્વાર અને કર્મ દ્વાર નામ અપાયું : કોન્સ્ટિટ્યુશન હોલ, ડેમોક્રેટિક હેરિટેજ, ડાઇનિંગ એરિયા, પાર્કિંગ સ્પેસ જેવી સુવિધાઓ

નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી 28 મેના રોજ નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કરશે. લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ ગુરુવારે વડા પ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી સાથે મુલાકાત કરી હતી અને તેમને બિલ્ડિંગને સમર્પિત કરવા વિનંતી કરી હતી. 64,500 ચોરસ મીટરમાં ફેલાયેલા આ નવા સંસદ ગૃહમાં 1224 સાંસદો માટે બેઠક વ્યવસ્થા છે. તેના ત્રણ મુખ્ય દરવાજા છે. તેમને જ્ઞાન દ્વાર, શક્તિ દ્વાર અને કર્મ દ્વાર નામ આપવામાં આવ્યું છે.

  વડાપ્રધાન મોદીએ 2020માં નવી સંસદ ભવનનો શિલાન્યાસ કર્યો હતો. આ નવા સંસદ ભવનમાં કોન્સ્ટિટ્યુશન હોલ, ડેમોક્રેટિક હેરિટેજ, ડાઇનિંગ એરિયા, પાર્કિંગ સ્પેસ જેવી સુવિધાઓ છે. ભારતીય બંધારણની મૂળ નકલ તેના બંધારણ સભાખંડમાં રાખવામાં આવી છે. તેમાં એક પુસ્તકાલય, અનેક મીટિંગ રૂમ છે.

(12:00 am IST)