Gujarati News

Gujarati News

News of Friday, 19th May 2023

કર્ણાટકમાં સિદ્ધારમૈયા કૉંગ્રેસ ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા :ડીકે શિવકુમારે નામનો પ્રસ્તાવ રાખ્યો

ડીકે શિવકુમાર, સિદ્ધારમૈયા અને પાર્ટીના અન્ય નેતાઓ 20 સભ્યોના પ્રતિનિધિમંડળ રાજભવન પહોંચ્યું

નવી દિલ્હી :કર્ણાટકમાં  સિદ્ધારમૈયા કૉંગ્રેસ ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા છે. સિદ્ધારમૈયા અને ડીકે શિવકુમાર ગુરુવારે સાંજે બેંગલુરુ પહોંચ્યા હતા. જે બાદ કૉંગ્રેસ ધારાસભ્ય દળની બેઠક યોજાઈ હતી. હવે રાજ્યપાલને મળ્યા બાદ સરકાર બનાવવાનો દાવો રજૂ કરવામાં આવશે.

કૉંગ્રેસ પક્ષના નેતા તરીકે સિદ્ધારમૈયાને ચૂંટવાનો પ્રસ્તાવ ડીકે શિવકુમાર દ્વારા મૂકવામાં આવ્યો હતો, જેને ધ્વનિ મતથી પસાર કરવામાં આવ્યો હતો. કર્ણાટક કોંગ્રેસના નેતા રમેશ બાબુએ કહ્યું કે અમે KPCC પ્રમુખ ડીકે શિવકુમારના નેતૃત્વમાં રાજ્યપાલને મળીશું. અમે સમય લીધો છે. ડીકે શિવકુમાર, સિદ્ધારમૈયા અને પાર્ટીના અન્ય નેતાઓ 20 સભ્યોના પ્રતિનિધિમંડળની સાથે જશે.

આ અગાઉ  ઘણા દિવસોના મંથન પછી  કૉંગ્રેસે સિદ્ધારમૈયાને મુખ્ય પ્રધાન અને ડીકે શિવકુમારને નાયબ મુખ્ય પ્રધાન તરીકે નિયુક્ત કરવાની જાહેરાત કરી હતી. કર્ણાટકની નવી સરકારનો શપથ ગ્રહણ સમારોહ 20 મેના રોજ બેંગલુરુમાં યોજાશે. સિદ્ધારમૈયા અને શિવકુમારની સાથે અન્ય ઘણા મંત્રીઓ પણ શપથ લઈ શકે છે. કોંગ્રેસે શપથ ગ્રહણ સમારોહ માટે સમાન વિચારધારા ધરાવતા પક્ષોના નેતાઓને આમંત્રિત કર્યા છે

   
(10:40 pm IST)