Gujarati News

Gujarati News

News of Friday, 19th May 2023

કર્ણાટકમાં સિદ્ધારમૈયા રાજ્યપાલને મળ્યા અને સરકાર રચવાનો દાવો કર્યો.

કોંગ્રેસ ધારાસભ્ય દળની બેઠક યોજાઈ હતી. CLP નેતા તરીકે ચૂંટાયા બાદ સિદ્ધારમૈયા રાજભવન પહોંચ્યા : રાજ્યપાલ થાવરચંદ ગેહલોતે સિદ્ધારમૈયા અને ડીકે શિવકુમારને ટીમના સભ્યો સાથે શપથ લેવા આમંત્રણ આપ્યું

કર્ણાટકમાં  સિદ્ધારમૈયા કોંગ્રેસ ધારાસભ્ય  દળના નેતા તરીકે ચૂંટાયા છે. સિદ્ધારમૈયા અને ડીકે શિવકુમાર સાંજે બેંગલુરુ પહોંચ્યા હતા. જે બાદ કોંગ્રેસ ધારાસભ્ય દળની બેઠક યોજાઈ હતી. CLP નેતા તરીકે ચૂંટાયા બાદ સિદ્ધારમૈયા રાજ્યપાલને મળ્યા અને સરકાર રચવાનો દાવો કર્યો હતો

રાજ્યપાલ થાવરચંદ ગેહલોતે સિદ્ધારમૈયા અને ડીકે શિવકુમારને ટીમના સભ્યો સાથે શપથ લેવા આમંત્રણ આપ્યું હતું. શપથ સમારોહ 20 મેના રોજ બેંગલુરુમાં યોજાશે. કોંગ્રેસ પક્ષના નેતા તરીકે સિદ્ધારમૈયાને ચૂંટવાનો પ્રસ્તાવ ડીકે શિવકુમાર દ્વારા મૂકવામાં આવ્યો હતો.  જેને ધ્વનિ મતથી પસાર કરવામાં આવ્યો હતો.

અગાઉ  ઘણા દિવસોના મંથન પછી  કોંગ્રેસે સિદ્ધારમૈયાને મુખ્ય પ્રધાન અને ડીકે શિવકુમારને નાયબ મુખ્ય પ્રધાન તરીકે નિયુક્ત કરવાની જાહેરાત કરી હતી.  કર્ણાટકની નવી સરકારનો શપથ ગ્રહણ સમારોહ 20 મેના રોજ બેંગલુરુમાં યોજાશે. સિદ્ધારમૈયા અને શિવકુમારની સાથે અન્ય ઘણા મંત્રીઓ પણ શપથ લઈ શકે છે. કોંગ્રેસે શપથ ગ્રહણ સમારોહ માટે સમાન વિચારધારા ધરાવતા પક્ષોના નેતાઓને આમંત્રિત કર્યા છે.

(10:36 pm IST)