Gujarati News

Gujarati News

News of Friday, 19th May 2023

સિદ્ધારમૈયાના શપથ ગ્રહણ સમારોહમાં કોંગ્રેસ વિપક્ષની શક્તિ બતાવવા કરશે પ્રયાસ :નેતાઓનો થશે જમાવડો

- બિહારના સીએમ નીતિશ કુમાર, નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ, ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી, પીડીપી ચીફ મહેબૂબા મુફ્તી, એનસીપી ચીફ શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરેને આમંત્રણ મોકલયા

નવી દિલ્હી : કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ભવ્ય વિજય બાદ કોંગ્રેસના મુખ્યમંત્રીના ચહેરાની પણ પસંદગી કરી લેવાઈ છે, વરિષ્ઠ નેતા અને પૂર્વ સીએમ સિદ્ધારમૈયા સીએમ તરીકે શપથ લેશે અને કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ ડીકે શિવકુમાર ડેપ્યુટી સીએમ તરીકે શપથ લેશે. આ બંને નેતાઓનો શપથ ગ્રહણ સમારોહ 20 મેના રોજ બેંગલુરુમાં યોજાશે. આ દરમિયાન કોંગ્રેસ ભાજપને વિપક્ષની શક્તિ બતાવવાનો પ્રયાસ કરી રહી છે.

કોંગ્રેસ દ્વારા સિદ્ધારમૈયાના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા માટે ઘણા વિપક્ષી નેતાઓને આમંત્રણ આપવામાં આવી રહ્યું છે. સમાચાર આવી રહ્યા છે કે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર, નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ, ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી, પીડીપી ચીફ મહેબૂબા મુફ્તી, એનસીપી ચીફ શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરેને આમંત્રણ મોકલવામાં આવશે

(9:27 pm IST)