Gujarati News

Gujarati News

News of Wednesday, 19th May 2021

પૂર્વ ક્રિકેટર પ્રશાંત મહાપત્રાને કોરોના ભરખી ગયો: પહેલા પિતા બાદ ખુદ શિકાર : ભાઈ હોસ્પિટલમાં

પહેલા પિતા અને હવે ખુદ પ્રશાંત મહાપત્રાના મૃત્યુ પછી પરિવાર કોરોના સામે લડી રહ્યો છે

કોરોનાનો કહેર ક્રિકેટ પર સતત વર્તાઈ રહ્યો છે. ક્યાંક મેચ અને ટૂર્નામેન્ટ સ્થગિત રાખવામાં આવી રહી છે છે તો ક્યાંક ક્રિકેટરોના શ્વાસ અટકી રહ્યા છે. પૂર્વ રણજી ક્રિકેટર અને ઓડિશા ક્રિકેટ ટીમના કેપ્ટન પ્રશાંત મહાપત્રાને લઈને પણ દુખદ સમાચાર આવ્યા છે. ફક્ત 47 વર્ષની ઉંમરે, કોરોનાએ આ ભૂતપૂર્વ ક્રિકેટરનો જીવ લીધો. રાજ્યસભાના પૂર્વ સાંસદ રઘુનાથ મહાપત્રાના પુત્ર પ્રશાંત મહાપત્રાએ ભુવનેશ્વર સ્થિત AIIMS ખાતે અંતિમ શ્વાસ લીધા. AIIMS ભુવનેશ્વરના ડો.એસ.એન.મહંતીએ પ્રશાંત મહાપત્રાના મોત અંગે માહિતી આપી.

જ્યારે કોરોના સાથેના યુદ્ધમાં પ્રશાંત મહાપાત્રાની તબિયત લથડી ત્યારે તેને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા.હતા ડોકટરોની વિશેષ ટીમ સતત તેમનું નિરીક્ષણ કરી રહી હતી. પ્રશાંત મહાપાત્રાના પિતાનું પણ 10 દિવસ પહેલા કોરોના વાયરસથી મૃત્યુ થયું હતું. તેના પિતા, જે કોરોના સામે લડતા હતા, તેમને 22 એપ્રિલે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને 9 મેના રોજ તેમનું અવસાન થયું હતું.

પ્રશાંત મહાપત્રાએ 45 ફર્સ્ટ ક્લાસ મેચ રમી હતી, જ્યારે 17 લિસ્ટ-એ મેચોમાં ભાગ લીધો હતો. આ રીતે તેમણે ક્રિકેટ કારકીર્દિમાં કુલ 62 મેચ રમી હતી. 1990 માં બિહાર સામે તેમણે રણજીથી શરૂઆત કરી હતી. પ્રશાંતે 45 ફર્સ્ટ ક્લાસ મેચોમાં 30.08 ની એવરેજથી 2196 રન બનાવ્યા. પ્રશાંતે આ સમયગાળા દરમિયાન 5 સદી અને 11 અર્ધસદી પણ ફટકારી હતી.

 ક્રિકેટ રમવાનું છોડી દીધા પછી પણ, તે આ રમત સાથે સંકળાયેલા રહ્યા. તેમણે કુલ 142 મેચોમાં રેફરીની ભૂમિકા ભજવી હતી.

રશાંત મોહમાત્રાના અવસાનને કારણે ક્રિકેટ જગતમાં શોકનું વાતાવરણ છે. સુરેશ રૈના તેમના મૃત્યુથી ઘેરા શોકમાં છે. રૈનાએ ટ્વિટ કરીને તેમના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.

પહેલા પિતા અને હવે ખુદ પ્રશાંત મહાપત્રાના મૃત્યુ પછી પણ તેમનો પરિવાર કોરોના સામે લડી રહ્યો છે. પ્રશાંત મહાપાત્રાના ભાઈ જસબંતને પણ કોરોના છે અને તેમની સારવાર પણ એમ્સમાં કરવામાં આવી રહી છે. આવી સ્થિતિમાં સૌ પ્રાર્થના કરી રહ્યા છે કે પરિવાર પર વધુ મુશ્કેલી ન આવે.

(11:27 pm IST)