Gujarati News

Gujarati News

News of Wednesday, 19th May 2021

કર્ણ શર્મા પણ અમારી સાથે સેવામાં: સોનુ સુદ

સોનુસુદનું ટવીટ તમારા નિરંતર સમર્થન માટે ખુબ ખુબ આભાર, તમે એકવાર ફરી દેશના યુવાનોને પ્રેરીત કર્યા છે, તમારા જેવા લોકો આ દુનિયાને સુંદર જગ્યા બનાવે છે

નવી દિલ્હીઃ કોરોનાની બીજી લહેરે ભારતમાં હાહાકાર મચાવ્યો છે. દરરોજ લાખો લોકો કોરોનાથી સંક્રમિત થઈ રહ્યાં છે અને દૈનિક હજારો દર્દીઓના કોરોના વાયરસથી મૃત્યુ થઈ રહ્યા છે. કોરોના સંકટ વચ્ચે એવા પણ ઘણા લોકો છે કે જે પીડિતોની મદદ કરવા માટે રાત-દિવસ પ્રયાસોમાં લાગ્યા છે. જ્યારે કેટલાક લોકોએ સોશિયલ મીડિયા પર ચાહકોને વિશેષ અભિયાનમાં મદદ કરવા કહ્યું છે, તો કેટલાક લોકો એવા પણ છે કે જેઓ ચુપચાપ કોઈ જાહેરાત વગર અને કોઈને કહ્યા વગર આ મહામારીમાં લોકોની સેવા કરી રહ્યાં છે.

 કોરોનાકાળમાં જે સ્ટાર હીરો બનીને સામે આવ્યા છે તે છે બોલિવૂડ અભિનેતા સોનુ સૂદ. તેઓ દવા, ઓકિસજન, આઈસીયુ બેડની વ્યવસ્થા કરાવીની સતત લોકોની મદદ કરી રહ્યા છે. ત્યારે હાલ તેમણે સોશિયલ મીડિયા પર એક ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું છે કે, ચેન્નઇ સુપર કિંગ્સના એક ખેલાડી તેમના અભિયાનમાં સતત તેમની મદદ કરતા આવી રહ્યા છે અને તેમના સમર્થન બદલ સોનુ સૂદે ક્રિકેટર કર્ણ શર્માનો આભાર માન્યો છે.

 સોનુ સુદેએ જણાવ્યુ કે ચેન્નઇ સુપર કિંગ્સના કર્ણ શર્મા કોરોના સામેની તેમની લડાઇમાં સતત તેમની સાથે ઉભા છે. સોનુ સૂદે આ અંગે એક ટ્વીટ કર્યું છે અને તેમનો આભાર વ્યકત કર્યો છે.

  તેમણે ટ્વીટમાં લખ્યું છે કે, સોનુ સૂદ ફાઉન્ડેશનમાં તમારા નિરંતર સમર્થન માટે ખૂબ-ખૂબ આભાર ભાઈ. તમે એકવાર ફરી દેશના યુવાનોને પ્રેરિત કર્યા છે અને તમારા જેવા લોકો ખરેખર આ દુનિયાને એક સુંદર જગ્યા બનાવે છે.

(3:24 pm IST)