Gujarati News

Gujarati News

News of Tuesday, 19th May 2020

બજારોમાં એકી-બેકીના સ્ટીકરો લગાડી દુકાનો ખોલાશે

કરિયાણા, દુધ, મેડીકલ સ્ટોર સવારે ૭ થી સાંજે ૭ ખુલ્લા રાખી શકાશેઃ સ્ટીકરોનો અમલ ગુરૂવારથી થશે ત્યાં સુધી હાઉસ ટેકસનાં છેલ્લા નંબરની રકમમાં એકી-બેકી મુજબ દુકાનો સવારે ૮ થી બપોરે ૪ સુધી ખુલ્લી રાખી શકાશેઃ મ્યુ. કમિશ્નરે જાહેર કરી ગાઇડ લાઇન

(તસ્વીર : સંદિપ બગથરીયા)

રાજકોટ, તા. ૧૯ :  રાજય સરકારે  રાજકોટની બજારો ખોલવા મંજુરી આપી છે અને તેમાં હાઉસ ટેક્ષની પહોંચનાં છેલ્લા આંકડાની રકમ મુજબ એકી-બેકી તારીખે ખોલવાની રહેશે. તેવા નિયમોને કોઇ સમજી નહીં શકતાં હવે મ્યુ. કોર્પોરેશન બજારોની દુકાનોમાં એકી-બેકીના કલરીંગ સ્ટીકરો લગાવશે અને તે મુજબ વેપારીઓએ  દુકાનો ખોલવાની રહેશે.

મ્યુ. કોર્પોરેશને પત્રકાર પરિષદમાં સ્પષ્ટતાં કરી હતી કે ટેકસ બીલમાં અનેક મુશ્કેલી સર્જાતી હતી. તેથી હવે આજથી કોમ્પ્લેક્ષો મેઇન બજારો, મેઇન રોડની દુકાનોમાં બ્લ્યુ અને પીળા કલરનાં ૧-ર લખેલાં સ્ટીકરો લગાવવાનું શરૂ કરી દેવાયું છે. અને ગુરૂવારથી એટલે કે ર૧ તારીખથી ૧-ર લખેલા સ્ટીકર મુજબ દુકાનો ખોલવાની રહેશે. એટલે કે જે દુકાન ઉપર (૧) નું સ્ટીકર હોય તેને એકી તારીખ અને (ર) હોય તેને બેકી તારીખે દુકાનો ખોલવી ત્યાં સુધી હાઉસ ટેકસનાં બીલનાં છેલ્લા આકડા મુજબ એકી-બેકી તારીખે દુકાનો ખોલવાની રહેશે.

કમિશનશ્રીએ જણાવેલ કે કન્ટેન્ટમેન્ટ ઝોન એટલે કે જંગલેશ્વર વિસ્તારમાં માત્ર-દૂધ, કરીયાણા, મેડીકલ સ્ટોર સવારે ૮ થી બપોરે ૩ ખુલ્લા રાખી શકાશે. જયારે બાકીનાં સમગ્ર રાજકોટમાં દુકાનો સવારે ૮ થી ૪ ખુલ્લી રહેશે. અને કરિયાણુ, દૂધ, મેડીકલ સ્ટોર સવારે ૭ થી સાંજે ૭ સુધી ખુલ્લા રાખી શકાશે.

ર૪ કલાક લાયન્સ વાળા, મેડીકલ સ્ટોર ખુલ્લા રહે શકશે.

ટ્રકમાં હવે બજારો આ મુજબ ખોલી શકાશે. પરંતુ વેપારીઓએ સોશ્યલ ડીસ્ટન્સીંગ, સેનીટાઇઝર, માસ્કનું ફરજીયાત પાલન કરવાનું રહેશે તેમ કમિશનરે ભારપૂર્વક જણાવેલ છે.

ચા-પાનની દુકાનોમાં પોલીસ કડક હાથે નિયમોનો અમલ કરાવશે

રાજકોટ : શહેરમાં ચા-પાનની દુકાનોએ સોશ્યલ ડીસ્ટન્શીંગનો નિયમ જળવાય તે માટે પોલીસ કડક ચેકીંગ કરી અને નિયમ ભંગમાં કડક કાર્યવાહી કરશે તેમ મ્યુ. કમિશનરે જણાવેલ.

ખાણી-પીણીના લારી-ગલ્લા ઉપર પ્રતિબંધ રહેશે

રાજકોટ : શહેરમાં લોકડાઉન-૪.૦ દરમિયાન ખાણી-પીણીની રેકડી-લારી-ગલ્લા ઉપર પ્રતિબંધ રહેશે તેમ મ્યુ. કમિશનરે સ્પષ્ટ કર્યુ હતું.

 

(3:22 pm IST)