Gujarati News

Gujarati News

News of Tuesday, 19th May 2020

અર્ણવ ગોસ્વામીને સુપ્રિમનો ઝાટકોઃ કેસ ટ્રાન્સફર માટે કરેલ અરજી ફગાવી

એફઆઇઆર રદ કરાવવા કોર્ટમાં જવા મંજુરીઃ પોલીસ રક્ષણ આપવા આદેશઃ ૩ અઠવાડીયા ધરપકડ નહિ કરવા હુકમ

મહારાષ્ટ્ર સરકારે રીપબ્લીક ટીવીના શ્રી અર્ણવ ગૌસ્વામી સામે કરેલ ફરીયાદને પડકારતી રીટપીટીશન અરજી સુપ્રીમકોર્ટે  રદ કરી છે. શ્રી ગોસ્વામીની બે ધાર્મીક સમુહ વચ્ચે વૈમનસ્યને ઉકસાવવા તથા ક્રિમીનલ ડેફેમેશન અને ધિકકારની લાગણી ફેલાવતી સ્પીચ અંગે થયેલ કેસને સીબીઆઇને સુપ્રત કરવા અર્ણવે માગણી કરી હતી.

 જો કે શ્રી ગોસ્વામી યોગ્ય અદાલતમાં તેમની સામેની એફઆઇઆર રદ કરાવવા એપ્રોચ કરવા છુટ અપાયેલ છે. શ્રી અર્ણવની ધરપકડ સામે વધુ ૩ અઠવાડીયાની મુદત લંબાવી અપાયેલ છે.

સુપ્રિમ કોર્ટે મુંબઇ પોલીસને આદેશ આપ્યો છે કે અર્ણવને પોલીસ રક્ષણ પુરૃ પાડે.   આમ છતા સુપ્રિમ કોર્ટે અર્ણવ વિરૃધ્ધ એક જ કેસમાં થયેલ ઘણી બધી  એફઆઇઆરને પડકારતી અરજી કોર્ટે માન્ય રાખતા કહ્યું છે કે ૨૧ એપ્રિલના બ્રોડકાસ્ટ બાબતે નવી કોઇ એફઆઇઆર ન નોંધવી. સુપ્રિમ કોર્ટે કહ્યુ છે કે વાણી અને અભિવ્યકિતના સ્વાતંત્ર્યમાં  પત્રકારત્વનું સ્વાતંત્ર્ય પણ રહેલુ છે. નવી એફઆઇઆર નોંધવા ઉપર મનાઇઃ સંખ્યાબંધ એફઆઇઆરને પડકારતી અરજી માન્ય રાખી.

(2:28 pm IST)