Gujarati News

Gujarati News

News of Tuesday, 19th May 2020

બંગાળની ખાડી તરફ ધસમસતું દરિયાઈ વાવઝોડુ અંફન

ઓડિશાના 12 દરિયાકાંઠાના જિલ્લાઓમાં થશે અસર

ભુવનેશ્વર: વાવાઝોડું અમ્પન, પશ્ચિમ મધ્ય બંગાળની ખાડીમાં પારાદીપથી 570 કિમી દૂર સ્થિત છે અને 14 કિ.મી.ની ઝડપે આગળ વધી રહ્યુ છે. હવામાન વિભાગના નવા બુલેટિનમાં આ માહિતી આપવામાં આવી છે.

જોકે વાવાઝોડાની અસર સુંદરવન વિસ્તારમાં લેન્ડફોલ થશે, પરંતુ તેની અસર ઓડિશાના 12 દરિયાકાંઠાના જિલ્લાઓમાં થશે. સૌથી વધુ નુકસાન જગતસિંઘપુર કેન્દ્રપડા, ભદ્રક, બાલેશ્વર અને મયુરભંજ જિલ્લામાં થશે. વહીવટીતંત્ર પણ તેનો સામનો કરવા માટે વ્યાપક પગલા લઈ રહ્યુ છે.

(11:45 am IST)