Gujarati News

Gujarati News

News of Tuesday, 19th May 2020

પ.બંગાળમાં મોટા સ્ટોરને ૨૧મી પછી મંજૂરીઃ રાત્રી કફર્યુનો આદેશ નહી

કોલકત્તાઃ પશ્ચિમ બંગાળમાં મમતા સરકારે ૩૧મી સુધી લોકડાઉન દરમિયાન ગાઈડલાઈન જાહેર કરી છે. પ.બંગાળમાં રાત્રી કફર્યુનો આદેશ નથી.

મમતા બેનર્જીએ માહિતી આપતા જણાવેલ કે પ.બંગાળના કન્ટેન્ટમેન્ટ ઝોનમાં હાલ દુકાનો નહીં ખુલે. જયારે અન્ય વિસ્તારોમાં મોટાસ્ટોર ૨૧મી પછી ખોલી દેવાશે. ઉપરાંત નોન કન્ટેન્ટમેન્ટ ઝોનમાં હોકર્સને દુકાન ખોલવાની મંજૂરી ૨૭મે બાદ આપશે. કેન્દ્રના નવા નિર્ણય મુજબ પ.બંગાળમાં કન્ટેન્ટમેન ઝોનને પણ ત્રણ કેટેગરીમાં વહેંચાશે. જેમાં ઝોન-એ, ઝોન-બી, ઝોન- સી અને કલીન ઝોનની કેટેગરી અમલમાં મૂકાશે.

(11:27 am IST)