Gujarati News

Gujarati News

News of Tuesday, 19th May 2020

કેન્દ્ર સરકારના મસમોટા આર્થિક પેકેજ છતાં નિરાશામાં રૂપિયો ગબડ્યો

એશીયાઇ બજારમાં આજે રૂપિયો સૌથી નબળું ચલણ હતું અને હજુ તેના ભાવમાં ઘટાડો આવી શકે એવી આગાહી

નવી દિલ્હી :ક્રૂડ ઓઈલના ઊંચા ભાવ, દેશના અર્થતંત્રને કોરોના વાયરસના લોકડાઉનની અસરથી ફરી બેઠું કરવા બજારની અપેક્ષાથી નબળા પેકેજ અને વિદેશી સંસ્થાઓની શેરબજારમાં સતત વેચવાલી વચ્ચે આજ ડોલર સામે રૂપિયો નબળો બંધ આવ્યો હતો.

ગત સ્પતાહે ૭૫.૫૮ની સપાટીએ બંધ રહેલો રૂપિયો આજે ૭૫.૮૫ ખુલી વધુ ઘટી ૭૫.૯૧ની સપાટીએ બંધ રહ્યો હતો., આજના દિવસમાં તેમાં ૩૩ પૈસાનો ઘટાડો જોવા મળ્યો હતો.

એશીયાઇ બજારમાં આજે રૂપિયો સૌથી નબળું ચલણ હતું અને હજુ તેના ભાવમાં ઘટાડો આવી શકે એવી આગાહી નિષ્ણાતો કરી રહ્યા છે. કેન્દ્ર સરકારના પેકેજમાં આર્થિક રીતે સીધી માંગ વધે એવી કોઈ જાહેરાત નથી એ વચ્ચે લોકડાઉન વધુ ૧૪ દિવસ લંબાવી દેતાં આર્થિક વિકાસને અસર થશે અને તેનાથી કેન્દ્રની નાણાખાધ વધશે એવી ચિંતા પણ ચલણ બજારમાં જોવા મળી હતી.

ડોલર ૭૫.૯૩૪૫

યુરો ૮૨.૧૯૧૦

પાઉન્ડ ૯૧.૯૫૪૨

યેન ૭૦.૮૪

(12:00 am IST)