Gujarati News

Gujarati News

News of Sunday, 19th May 2019

FPI દ્વારા મે મહિનામાં કુલ ૬૩૯૯ કરોડ પાછા ખેંચાયા

ચૂંટણી સંબંધિત અનિશ્ચિતતાની અસર : ફેબ્રુઆરી, માર્ચ તેમજ એપ્રિલ મહિનામાં રોકાણ કરાયું હતું : ફરી એકવાર મે મહિનામાં રિવર્સ પ્રવાહ નોંધાયો

નવીદિલ્હી, તા.૧૯ : વિદેશી મૂડીરોકાણકારોએ ભારતીય મૂડી માર્કેટમાંથી મે મહિનામાં હજુ સુધી ૬૩૯૯ કરોડ રૂપિયાની રકમ પાછી ખેંચી લીધી છે. ચૂંટણી સંબંધિત અનિશ્ચિતતા અને અમેરિકા અને ચીન વચ્ચે વેપાર તંગદિલીના પરિણામ સ્વરુપે આ સ્થિતિ સર્જાઈ રહી છે. આ પહેલા વિદેશી મૂડીરોકાણકારોએ છેલ્લા ત્રણ મહિનાના ગાળા દરમિયાન સતત પૈસા ઠાલવ્યા હતા. જો કે, આ પ્રવાહમાં મે મહિનામાં રિવર્સ પ્રવાહ જોવા મળી રહ્યો છે. નવેસરના આંકડા મુજબ એફપીઆઈ દ્વારા બીજીથી ૧૭મી મેના ગાળા દરમિયાન ડેબ્ટ માર્કેટમાંથી ૧૬૧૨.૬૨ કરોડ રૂપિયા અને ઇક્વિટીમાંથી ૪૭૮૬.૩૮ કરોડની રકમ પાછી ખેંચી લીધી છે. આની સાથે જ નેટ આઉટફ્લોનો આંકડો ૬૩૯૯ કરોડ રૂપિયાનો રહ્યો છે. શેરબજારમાં અનિશ્ચિતતા માટે જુદા જુદા પરિબળો જવાબદાર રહ્યા છે ત્યારે આની સીધી અસર  પણ જોવા મળી રહી છે. વધુમાં અમેરિકા અને ચીન વચ્ચે વેપાર મંત્રણાની સીધી અસર પણ નોંધાઈ રહી છે. એફપીઆઈ દ્વારા મે મહિનામાં ઉલ્લેખનીય નાણાં પાછા ખેંચાયા છે.  આ પહેલા એપ્રિલ મહિનામાં વિદેશી મુડીરોકાણ કારોએ ૧૬૦૯૩ કરોડ રૂપિયા ઠાલવ્યા હતા. જ્યારે માર્ચ મહિનામાં ૪૫૯૮૧ કરોડ રૂપિયા ઠાલવ્યા હતા. ફેબ્રુઆરી મહિનામાં ૧૧૧૮૨ કરોડ રૂપિયા ઠાલવવામાં આવ્યા હતા.  વિદેશી મુડારોકાણ કારોએ જુદા જુદા પરિબળોના ઘટનાક્રમ વચ્ચે છેલ્લા ત્રણ મહિનાના ભારતીય બજારમાં જોરદાર રોકાણ કર્યું હતું. જાણકાર લોકોનું કહેવુ છે કે, ભારતમાં ચૂંટણી પરિણામ જાહેર ન કરવામાં આવે ત્યા સુધી પ્રવાહી સ્થિતિ રહેશે. કારણ કે, મુડી રોકાણકારો કોઈ જોખમ લેવા તૈયાર નથી.  નાણાંકીય વર્ષ ૨૦૧૭-૧૮માં એફપીઆઈએ શેરમાં ૨૫૬૩૪ કરોડ અને બોન્ડ માર્કેટમાં ૧૧૯૦૩૫ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું. આની સાથે જ કુલ રોકાણ ૧૪૪૬૬૯ કરોડ રૂપિયા રહ્યું હતું. ૨૦૧૬-૧૭માં ૪૮૪૧૧ કરોડ અને ૨૦૧૭-૧૮માં ૧૪૪૬૮૨ કરોડ રૂપિયા એફપીઆઈથી મળ્યા હતા.

FPI દ્વારા વેચવાલી....

*    મે મહિનામાં વિદેશી મુડીરોકાણકારોએ ૬૩૯૯ કરોડ ખેંચ્યા

*    ચૂંટણી સંબંધિત અનિશ્ચિતતા અને અમેરિકા અને ચીન વચ્ચે વેપાર તંગદિલીની સીધી અસર રહી

*    સતત ત્રણ મહિના સુધી રોકાણ કરાયા બાદ નાણાં પરત ખેંચાયા

*    ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલ મહિનામાં જંગી નાણાં ઠાલવવામાં આવ્યા હતા

*    મે મહિનામાં રિવર્સ પ્રવાહ નોંધાઈ રહ્યો છે

*    ઇક્વિટીમાંથી મે મહિનામાં ૪૭૮૬ કરોડ રૂપિયા પાછા ખેંચાયા

*    ચૂંટણી પરિણામ સુધી અનિશ્ચિતતા રહી શકે

*    એપ્રિલ મહિનામાં ૧૬૦૯૩ કરોડ રૂપિયાનું રોકાણ કરાયું હતું

*    ફેબ્રુઆરી મહિનામાં ૧૧૧૮૨ કરોડ અને માર્ચ મહિનામાં ૪૫૯૮૧ કરોડ રૂપિયાનું રોકાણ કરાયા બાદ સ્થિતિમાં સુધારો

*    ૨૦૧૯-૧૯ના નાણાંકીય વર્ષમાં ૪૪૫૦૦ કરોડ રૂપિયા પાછા ખેંચાયા હતા

*    ૨૦૧૭-૧૮માં શેરમાંથી ૨૫૬૩૪ કરોડ રૂપિયાનું રોકાણ કરાયું

*    ૨૦૧૭-૧૮માં કુલ રોકાણનો આંકડો ૧૪૪૬૬૯ કરોડ રહ્યો

એફપીઆઈની સ્થિતિ

નવીદિલ્હી, તા. ૧૯ : એફપીઆઈએ ભારતીય મૂડી માર્કેટમાંથી ૨૦૧૮માં ૮૩૦૦૦ કરોડ પાછા ખેંચી લીધા હતા. છેલ્લા કેટલાક વર્ષમાં મૂડી માર્કેટમાં એફપીઆઈનું વલણ નીચે મુજબ રહ્યું છે.

વર્ષ............................................................ આંકડા

૨૦૧૮................................. ૮૩૧૪૬ કરોડ ખેંચાયા

૨૦૧૭............................... ૫૧૦૦૦ કરોડ ઠલવાયા

૨૦૧૬............................... ૨૦૫૦૦ કરોડ ઠલવાયા

૨૦૧૫............................... ૧૭૮૦૦ કરોડ ઠલવાયા

૨૦૧૪............................... ૯૭૦૦૦ કરોડ ઠલવાયા

૨૦૧૩........................... ૧.૧૩ લાખ કરોડ ઠલવાયા

૨૦૧૨........................... ૧.૨૮ લાખ કરોડ ઠલવાયા

(8:10 pm IST)